સાયન્સ એન્ડ ટેકનોલોજી

WhatsApp ની વધુ એક ડિજીટલ સ્ટ્રાઈક, 37 લાખથી વધુ એકાઉન્ટ થયા બંધ !

Text To Speech

લોકોમાં સૌથી લોકપ્રિય બનેલી ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp પર ભારતીય ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021 ના ​​નિયમ 4(1)(d) હેઠળ નવેમ્બર મહિનામાં 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ અગાઉ WhatsApp દ્વારા ઓક્ટોબર મહિનામાં પણ લાખો એકાઉન્ટ્સ પર સમાન પ્રતિબંધ લાગુ કર્યો હતો.

છેલ્લા ઘણાં સમયથી WhatsApp પર વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાંથી 9 લાખ 90 હજાર એકાઉન્ટ એવા છે, જેને કોઈ પણ યુઝર દ્વારા જાણ કરતા પહેલા જ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : શું તમે પણ સોશિયલ મીડિયા પર આ કામ કરો છો ? તો થશે રૂ.50 લાખ સુધીનો દંડ, આવી રહ્યા છે નવા નિયમો

Whatsapp - Hum Dekhenge News
Whatsapp

ભારતમાં લાખો એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા અંગે WhatsApp પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓમાં દુરુપયોગને રોકવામાં અગ્રેસર છે. વર્ષોથી કંપનીએ તેના પ્લેટફોર્મ પર યુઝર્સને સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અદ્યતન તકનીકો, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો અને પ્રક્રિયાઓમાં સતત રોકાણ કર્યું છે.

WhatsApp દ્વારા વિવિધ એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યાનો સામાન્ય લોકોનો વિરોધ સામે આવી રહ્યો છે. આ અંગે કંપની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, એવા એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરે છે જે કંપનીની નીતિઓ અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે. જેમાં WhatsApp પર ખોટી માહિતી ફેલાવવી, બહુવિધ નંબરો પર અનવેરિફાઈડ મેસેજ મોકલવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

તેમજ કંપનીએ વધુમાં જણાવ્યું કે, જેમના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે પ્લેટફોર્મ પર ખરાબ વર્તનને રોકવા માટે સાધનો અને સંસાધનોનો ઉપયોગ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, કારણ કે કોઈને નુકસાન થાય તે પહેલાં તેને અટકાવવું વધુ સારું છે.

આ પણ વાંચો : WhatsApp લાવ્યુ નવું ફિચર : હવે ડિલીટ થયેલો મેસેજ પાછો લાવી શકાશે !

Back to top button