ઘરે બેઠા 15 મિનિટમાં થશે કોવિડ-19 ટેસ્ટ, માત્ર રૂ. 30માં આ કંપની આપી રહી છે ટેસ્ટિંગ કીટ, જાણો વધુ
વૈશ્વિક કોરોના મહામારીએ ફરી એક વાર માથુ ઉચક્યું છે. ફરી એક વાર અમેરિકા, ચીન, જેવા દેશોમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જ્યારે ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં પણ કોરોનાએ પગપેસારો કરી દીધો છે. કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 અત્યારે ચાઈનામા હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ભારતમાં પણ આ વાઈરસે પગપેસારો કરતા લોકોને સતર્ક રહેવું ખૂબ જરૂરી બને છે.
ભારતમાં પણ કોરોનાનો પગ પેસારો
કોરોના મહામારીએ ફરી એક વાર વિવિધ દેશોને ઝપેટમાં લઈ રહી છે. ચાઈનામાં આ મહામારી કહેર વર્સાવી રહી છે. ત્યારે ભારતમાંથી પણ કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 મળી આવ્યા છે. જેના કારણે તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે આપણે પણ સાવધાન રહીને કોરોનાથી બચી શકીએ છીએ જો કોરોનાના લક્ષણ દેખાય તો તમે હોસ્પિટલમાં ગયા વગર ઘરે બેઠા જ આસાનીથી તેનો ટેસ્ટ કરી શકો છો.
આ કીટની મદદથી ઘરે બેઠા કરો કોરોના ટેસ્ટ
જો તમને કોરોનાના કોઈ લક્ષણ દેખાય છે અને તમારે તમને કોરોના છે કે તે ઘરે બેઠા જ ચેક કરવું હોય તો હવે આસાનીથી કરી શકો છો. આ માટે તમારે એન્ટિજેન ટેસ્ટિંગ કીટની મદદ લેવી પડશે. તમે માઈલેબ ડિસ્કવરી સોલ્યુશન્સ દ્વારા બનાવેલ CoviSelf એન્ટિજેન ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરીને કોરોના ટેસ્ટ કરી શકો છો. તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે.
માત્ર 15 મીનિટમાં થઇ જશે કોરોના ટેસ્ટ
આ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરવો તો સરળ છે જ પરંતું તે ઝડપથી પરિણામ પણ બતાવી દે છે. આ કીટની મદદથી તમે માત્ર 15માં જાણી શકશો કે તમને કોરોના છે કે નથી.
કેવી રીતે તેને મેળીવી શકો છો
આ એન્ટિજેન ટેસ્ટિંગ કીટ હવે ખૂબ આસાનીથી મળી રહી છે. તે મેડિકલ શોપ સિવાય તમે તેને ફ્લિપકાર્ટ પરથી પણ ઓર્ડર કરી શકો છો. આ ટેસ્ટિંગ કિટ દેશના લગભગ 95 ટકા પિનકોડ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ફ્લિપકાર્ટ ઉપરાંત, તે એમેઝોન પર ઓનલાઈન ઉપલબ્ધ છે
જાણો શુ છે આ કીટની કિંમત
આમ તો આ એક ટેસ્ટિંગ કીટની કિંમત રૂ. 250 છે. પરંતુ, તે હાલમાં ફિલ્પકાર્ટ પર તેને લઇને ઓફર હોવાથી ફ્લિપકાર્ટ પર માત્ર રૂ.29માં આ કીટને ખરીદી શકો છો. જો કે, તમારે ફ્લિપકાર્ટ પરથી ઓછામાં ઓછી ત્રણ કિટ લેવી પડશે. સારી વાત એ છે કે કંપની તેના પર કોઈ ડિલિવરી ચાર્જ નથી લઈ રહી.
કેવી રીતે કરી કરશો ઉપયોગ
આ કોરોના ટેસ્ટિંગ કીટ પેકેટ પર આ કીટનો ઉપયોગ કરવાની સંપૂર્ણ રીત બતાવામાં આવી છે. અને તેની સાથે જ આ કીટનો ઉપયોગ કરીને તેને નષ્ટ કરવ માટે એક બેગ પણ આપવામાં આવે છે. તેની મદદથી તમે કોરોના ટેસ્ટ કર્યા બાદ સુરક્ષિત રીતે આ કીટનો નાશ કરી શકો છો.
આ પણ વાંચો :ગુજરાતીઓ હવે કકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગ દ્વારા કરાઈ મહત્વની આગાહી