કોરોનાના કેસ વધતાં શતાબ્દી મહોત્સવમાં વિદેશથી આવતાં નાગરિકો માટે જરૂરી સૂચના
દુનિયાભરમાં કોરોના ફરીથી શરૂ થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી મોટા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જેના માટે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે સાવચેતીના પગલા ભરતાં વિદેશથી આવતા સત્સંગીઓ માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની સુચના આપી દીધી છે.
વિદેશથી આવતાં નાગરિકો માટે સૂચના
તેમજ વિદેશથી આવતા લોકોના કોરોનાના રિપોર્ટ બાદ જ મહોત્સવમાં ભાગ લેવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રમુખ સ્વામીનગરમાં પ્રતિદિન બે લાખ જેટલા મુલાકાતીઓ આવી રહ્યા છે. જેથી નગરમાં કોરોના ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે આયોજન કર્યું છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ભીડભાડના વિસ્તારોમાં માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવતાં શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત ઓગણજ ખાતે ભક્તોને માસ્ક પહેરવા માટે સૂચના આપવામાં આવી છે. જેની સાથે સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગની એડવાઇઝરીનું કડક રીતે પાલન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી, જાણો શું છે કાર્યક્રમ
દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો આગામી દિવસોમાં પણ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં હાજરી આપવાના છે, જેની સ્થિતિને જોતાં BAPS ના સંચાલકો દ્વારા તમામ લોકોની સુરક્ષા માટે આયોજન કર્યું છે. વિદેશીઓની ફરજિયાત કોરોના રિપોર્ટ કરવા અને રિપોર્ટ બાદ મહોત્સવમાં પ્રવેશ અપાવવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે સંચાલકોને જાણ કરી છે. તેમજ મુલાકાતીઓના કોરોના વેક્સિનની ત્રીજા ડોઝ માટે પણ જાણ કરવા માટે જણાવ્યું છે.
આ પણ વાંચો : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની તમામ અપડેટ