ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ-મુંબઈ હાઈવે પર ટોલટેક્સના નામે ઉઘાડી લૂંટ

અમદાવાદ-મુંબઈ હાઈવે પર ટોલટેક્સના નામે થતી ઉઘાડી લૂંટના વિરોધમાં આવતીકાલે ધરણાં કરવામાં આવશે. જેમાં વાહનચાલકોને 60 ટકા કન્સેશન આપવામાં આડોડાઈ કરવામાં આવે છે. તથા કન્સેશન બાદ હજુ પણ 2,600 ટેક્સ વસૂલાતા ટ્રાન્સપોટર્સમાં આક્રોશ છે. તેથી ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના નેતા હેઠળ ધરણાં યોજવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના કેસ બાબતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કર્યો મોટો ખુલાસો

100 ટકા લેખે ટોલ વસૂલી ખુલ્લેઆમ લૂંટ થાય છે

હવે અમદાવાદથી મુંબઈ સુધીના નેશનલ હાઈવે પર આવતા તમામ ટોલનાકા પર 100 ટકા ટોલ વસૂલીની મુદ્દત પૂરી થઈ ચૂકી છે. આમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના કારભારીઓ 100 ટકા લેખે ટોલ વસૂલી ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. એકપણ ટોલનાકે 60 ટકા કન્સેશનનો લાભ આપવામાં આવતો નથી. ખાસ કરીને અમદાવાદથી મુંબઈ વચ્ચે 60 ટકા કન્સેશન બાદ હેવી વ્હીકલનો 1100 રૂપિયા ટોલ થાય છે. પરંતુ આજે પણ તેઓની પાસેથી પૂરેપૂરો 2600 રૂપિયા ટોલ લેવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: સુરત: પિતાવિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવમાં યોજાશે અનોખો રેકોર્ડ

100 ટકા ટોલની મુદ્દત પૂરી થઇ

આ ઉપરાંત કરજણ અને વાપીની આસપાસના બે ટોલનાકા ઉપર પણ ધરણાં કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના નેતા હેઠળ ધરણાં યોજવામાં આવશે. અમદાવાદ, વડોદરા, મુંબઈ હાઈવના ટોલનાકા પર 100 ટકા ટોલ વસૂલવાની મુદ્દત 31મી જાન્યુઆરી 2022ના રોજ પૂરી થઈ ગઇ હોવા છતાં આજે પણ વાહનચાલકો પાસેથી પૂરેપૂરો ટોલટેક્સ ઊઘરાવવામાં આવી રહ્યો છે. 100 ટકા ટોલની મુદ્દત પૂરી થતાં વાહનચાલકોને ટોલટેક્સમાં 60 ટકા કન્સેશન આપી માત્ર 40 ટકા ટોલ વસૂલવાનો નિયમ છે.

આ પણ વાંચો: પ્રતિબંધ: ગુજરાતના આ વિસ્તારોમાં ડ્રોન ઉડાવ્યું તો થશે સજા

એક વર્ષ વીતિ ગયું છતાં અધિકારીઓ 60 ટકા કન્સેશન આપતા નથી

ઉલ્લેખનીય છ કે અમદાવાદ, વડોદરા, મુંબઈ નેશનલ હાઈવે પર 100 ટકા ટોલ વસૂલવાની મુદ્દત પૂરી થઈ ગઇ હોવા છતાં આજે પણ પૂરેપૂરો ટોલ વસૂલાઈ રહ્યો હોવાથી દેશભરના ટ્રાન્સપોર્ટ્સે નેશનલ હાઈવે ઓથોરિટી સામે બાંયો ચઢાવી છે. એક વર્ષ વીતિ ગયું છતાં અધિકારીઓ 60 ટકા કન્સેશન આપવામાં ધરાર આડોડાઈ કરી રહ્યા છે. તેથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, મુંબઈ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુના ટ્રાન્સપોર્ટ્સે ભેગાં મળી આગામી 22મીને ગુરુવારે બગવાડા ટોલનાકે ધરણાં કરશે.

Back to top button