સ્પોર્ટસ

BCCIને આંખો બતાવવી રમીઝ રાજાને પડી ભારે, આખરે PCB અધ્યક્ષનું પદ છીનવાયું

Text To Speech

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ રમીઝ રાજાને આખરે અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. ત્યારે તેમના સ્થાને નજમ સેઠીને આ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારથી પાકિસ્તાનમાં નવી સરકાર બની છે ત્યારથી પીસીબીના અધ્યક્ષ બદલવાના સમાચાર આવી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજા પોતાના નિવેદનને લઈને વિવાદોમાં રહ્યો હતો. જે બાદ રમીઝ રાજાને અધ્યક્ષ પદ્દ પરથી બરખાસ્ત કરી દેવામાં આવ્યો છે.

રમીઝ રાજા અધ્યક્ષ પદેથી હટાવાયા

આગામી સમયમાં એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો હતો. આના પર, BCCIએ કહ્યું હતું કે તે તટસ્થ સ્થળે યોજાશે, કારણ કે ભારતીય ટીમ ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. આ અંગે રમીઝ રાજાએ કહ્યું હતું કે જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં આવે તો અમે પણ વર્લ્ડ કપ રમવા ભારત નહીં જઈએ. તેમજ સતત વિવાદસ્પદ નિવેદનોના કારણે રમીઝ રાજાને અધ્યક્ષ પદ્દ પરથી હટાવવામાં આવ્યા છે અને તેમના સ્થાને નઝમ શેઠીને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: IND vs BAN TEST : બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કેપ્ટન કે એલ રાહુલ !

નવા અધ્યક્ષને લઈને 

વડાપ્રધાન શાહબાઝ શરીફે નજમ સેઠીને નવા અધ્યક્ષ બનાવવા માટે પોતાની સંમતિ આપી દીધી છે. માહિતી અનુસાર, સેઠીની નિમણૂક સંબંધિત 4 સૂચનાઓ જારી કરવામાં આવશે. જેમાં ક્રિકેટ બોર્ડના 2019ના બંધારણને ખતમ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ સિવાય પણ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવશે.

Back to top button