ઉત્તર ગુજરાત

ડીસા નવા બસ સ્ટેન્ડ પાસેથી ઈજાગ્રસ્ત યુવક મળ્યો

Text To Speech

પાલનપુર : ડીસા શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં જલારામ ચોકડી નજીક બપોરના સમયે એક યુવક મોઢામાં ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં ઊંધો પડેલો મળી આવ્યો હતો. આ અંગેની જાણ 108 એમ્બ્યુલન્સ ને કરવામાં આવી હતી.

108 ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયો

જેમાં 108 ના કર્મચારીઓએ સ્ટ્રેચરમાં લઈને આ યુવકને હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. મોઢાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો આ યુવક રોડની સાઈડમાં ટેક્સી સ્ટેન્ડની બાજુમાં ઊંધા માથે પડેલો હતો. ત્યારે કેટલાક લોકોએ પોલીસને આ અંગે જાણ પણ કરી હતી.

યુવકની સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટતા નહીં

પરંતુ પોલીસ આવે તે પહેલા એમ્બ્યુલન્સ આવી હતી અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે આ યુવકની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો શહેરમાં વાયરલ થવા પામ્યો છે. જ્યારે આ વિસ્તારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, યુવકને કોઈ મારીને અહીં નાખી અને જતા રહ્યા હોવાનું અનુમાન થઈ રહ્યું છે. જોકે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાશે ત્યારબાદ જ બાદ જ સાચી હકીકત સામે આવશે. યુવક ક્યાંનો છે અને કઈ રીતે અહીં આવ્યો હતો એ સમગ્ર બાબત પોલીસ તપાસ બાદ જાણવા મળશે.

Back to top button