કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે ઓરેવા ગ્રુપને ફટકારી નોટિસ

Text To Speech

મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની ચકચારી ઘટનાને લઇને હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જે અંતર્ગત આજે મોરબી દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે ઓરેવા ગ્રુપને નોટીસ ફટકારી હોવાની વિગતો મળી રહી છે.

હાઈકોર્ટ-HUMDEKHEMGENEWS

હાઈકોર્ટે ઓરેવા ગ્રુપને નોટિસ પાઠવી

મોરબી દુર્ઘટના બાદ આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી અને ગુજરાત સરકાર, ગૃહ વિભાગ સહિત જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી હતી. આ અરજીમાં કુલ છ પક્ષકારો રાખ્યા હતા. સાથે જ ઓરેવા ગ્રુપને પણ પક્ષકાર તરીકે જોડવા માટે ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ એપ્લિકેશન કરવામાં આવી હતી આ સિવિલ એપ્લિકેશન પર આજરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે આજે ઓરેવા ગ્રુપને નોટિસ પાઠવી હોવાની માહિતી સામે આવી છે. અને હવે પછી 19 જાન્યુઆરીના રોજ ફરીથી આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મોરબી પુલ દુર્ઘટના સર્જાતા 135 થી વધુ લોકોને જીવ ગૂમાવો પડ્યો હતો. ત્યારે આ મામલે જવાબદારોને સજા અપાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બ્રીજનું કામ મોરબી પાલિકાએ જે કંપનીને આપ્યું હતું તે ઓરવા કંપની વિરુદ્ધ ગૂનો નોંધવામાં આવ્યો હતો. અને હાઈકોર્ટમાં આ મામલે સૂનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કંપનીને સાથે કરાર કરનાર મોરબી નગર પાલિકાને પાલિકાને પણ સુપર સીડ કરવાની માંગ છેલ્લા કેટલાક દિવસથી ઉઠવા પામી હતી.

મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવાની કામગીરી

આજે હાઈકોર્ટે મોરબીપુલ દુર્ઘટના અંગે સુનાવણી કરતા મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા મામલે ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો જેના જવાબમાં રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા અંગેની કામગીરી કરી રહી હોવાનું જણાવ્યું હતુ. ત્યારે આ સુનાવણી દરમિયાન મોરબી નગરપાલિકાના 46 ચૂંટાયેલા નગર સેવકો મોરબી નગરપાલિકાને સુપર સીડ કરતા પહેલા તેમની વાત સાંભળવા માટે માગ કરી હતી. પરંતું તેમની આ માગને સ્વીકારી ન હતી.

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાને લઇને તંત્ર એલર્ટ, ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં કોરોના મુદ્દે કરાઈ ચર્ચા

Back to top button