પેટને હેલ્ધી રાખવું હોય તો પોલીફેનોલ્સથી ભરપુર આ ફુડ ખાસ ખાવ
પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી કેટલાય લોકો પરેશાન રહેતા હોય છે. ક્યારેક પેટમાં દુખાવો, બળતરા ક્યારેક અપચો, તો ક્યારેક ઇન્ફેક્શન. આ સમસ્યાઓ સામે હંમેશા લોકો ઝઝુમતા હોય છે. એક વાતનુ ધ્યાન રાખો દરેક રોગનું મુળ પેટને જ ગણવામાં આવે છે, જો તમારુ પેટ હેલ્ધી હશે તો તમે અનેક રોગોથી બચી શકશો. તમે સ્વસ્થ અને ફિટ રહી શકશો. પેટની હેલ્થ સારી રાખવા માટે જરૂરી છે કે તમે હેલ્ધી ફુડ્સનું સેવન કરો. તમારે એવી વસ્તુઓનુ સેવન વધુ કરવુ જોઇએ જે કરવાથી પેટ નિરોગી રહી શકે. પેટને સ્વસ્થ બનાવી રાખવા માટે કેટલાક ફુડ્સનું ખાસ સેવન કરવુ જોઇએ. આ ફુડ્સ છે પોલીફેનોલ્સ યુક્ત ખાદ્યપદાર્થ. આ પોલીફેનોલ્સ પેટને હેલ્ધી રાખે છે અને કેટલીયે બિમારીઓથી બચાવે છે.
શું છે પોલીફેનોલ્સ ફુડ
પોલીફેનોલ્સ યુક્ત ફુડ્સને ડાયેટમાં સામેલ કરવાથી પેટ સ્વસ્થ રહે છે. પોલીફેનોલ્સ એક પ્રકારનુ કમ્પાઉન્ડ છે, જે પ્લાન્ટ ફુડ્સમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં ફ્લેવોનોઇડ્સ, ફેનોલિક એસિડ, પોલીફેનોલિક એમિડ્સ અને અન્ય પોલીફેનોલ્સ હોય છે. આ તમામ કમ્પાઉન્ડ પાચન સંબંધિત સમસ્યાઓને યોગ્ય કરે છે. સાથે મગજના કામ, બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરે છે. બ્લડ ક્લોટ, હાર્ટ ડિસીઝ, ખાસ પ્રકારના કેન્સરથી પણ બચાવે છે.
આ છે પેટને હેલ્ધી રાખતા પોલીફેનોલ્સ ફુડ
રોજ એક સફરજન ખાવ
સફરજન પોલીફેનોલ્સથી ભરપુર ફળ છે. સફરજનમાં એન્ટીઓક્સિડન્ટને બુસ્ટ કરવા માટે તમામ પ્રકારના પોલીફેનોલ્સ અને વિટામીન હાજર હોય છે. અભ્યાસ અનુસાર તમામ પોલીફેનોલથી મળતા ફાયદા મેળવવા માટે તમે સફરજનનું સેવન છાલ સહિત કરો. છાલમાં ફ્લેવોનોઇડ્સ વધુ મજબુત હોય છે.
ડાયેટમાં ડુંગળી સામેલ કરો
ડુંગળીમાં પોલીફેનોલ કમ્પાઉન્ડ જેમ કે ક્લેરસેટિન, સલ્ફર , આલ્કોહોલ પ્રોપાઇલ ડિ-સલ્ફાઇડ અને પ્રોબાયોટિકથી ભરપુર હોય છે, તે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. તમે રોજ ભોજનમાં કાચી ડુંગળી સામેલ કરો.
બદામ હોય છે પોલીફેનોલ્સથી ભરપુર
બદામ મુખ્ય રીતે પોલીફેનોલ્સનો મજબુત સ્ત્રોત છે. તેમાં ફેનોલિક એસિડ ભરપુર હોય છે. બદામમાં રહેલા પોલીફેનોલ્સ સ્કિનમાં વધુ હોય છે. તમે રોજ ચારથી પાંચ બદામનું સેવન કરશો તો ખુબ જ હેલ્ધી બનશો.
બ્રોકોલીનું સેવન કરો
બ્રોકોલીને તમે શાક, સલાડ, સુપમાં નાંખીને ખાઇ શકો છો. તેમાં બાયોએક્ટિવની માત્રા વધુ હોય છે. બ્રોકોલીની ઉચ્ચ એન્ટીઓક્સિડન્ટ ગતિવિધિ માટે પોલીફેનોલ્સ મુખ્ય રીતે જવાબદાર છે.
હળદર પણ પેટ માટે છે હેલ્ધી
હળદરમાં રહેલુ કરક્યુમિન એક ફ્લેવોનોઇડ પોલીફેનોલ છે, જે આ મસાલામાં એક એક્ટિવ તત્વ હોય છે. હળદરમાં રહેલુ પોલીફેનોલ્સ મજબુત હાડકા, બ્લડ ક્લોટિંગ, માંસપેશીઓના સંકુચન અને રિલેક્સેશન, બ્લડપ્રેશરને ઘટાડવામાં મહત્ત્વની ભુમિકા ભજવે છે.
આ પણ વાંચોઃ Instagram પર સૌથી વધુ લાઈક કરાયેલી પોસ્ટમાં લિયોનેલ મેસ્સીની પોસ્ટએ તોડ્યો વિશ્વ રેકોર્ડ !