ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગહેલ્થ

રાજ્યમાં કોરોનાને લઇને તંત્ર એલર્ટ, ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં કોરોના મુદ્દે કરાઈ ચર્ચા

Text To Speech

વૈશ્વિક મહામારી કોરોનાએ ફરી એક વાર માંથું ઉચક્યું છે. અત્યારે ચીનમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના વધતા કેસને લઇને આરોગ્ય વિભાગે સતર્ક બન્યું છે. અને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને અલર્ટ રહેવા માટે સૂચન કર્યું છે.

કોરોના-humdekhengenews

 

રાજ્યમા કોરોના વેક્સિનેશન 100%

આજે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક મોટી બેઠક બોલાવી હતી. જેમાં કોરોના સહિત અન્ય મુદાઓ પર પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જણાવામાં આવ્યું હતું કે રાજ્યમા કોરોના વેક્સિનેશન 100% છે. પહેલા અને બીજા ડોઝ 100% લેવાયા છે. તેમજ બુસ્ટર ડોઝ 33% લોકોએ લીધો હોવાનુ સામે આવ્યું છે.

આરોગ્ય સચિવે લખ્યો પત્ર

કેન્દ્ર સરકાર ના આરોગ્ય સચિવે તમામ રાજ્યો ના સચિવ ને એક પત્ર લખ્યો છે.જેમાં દુનિયાના અમુક દેશોમાં કોરોના કેસો વધ્યા છે તે અંગે ધ્યાન રાખવા કહ્યું છે. સાથે જ રાજ્યોમાં કોરોના જીનોમ્સ સિક્વન્સિંગ પર ભાર મુકવા સૂચનાઓ આપી છે.

રાજ્ય સરકાર તમામ તૈયારીઓ પર ધ્યાન રાખી રહી છે : મનોજ અગ્રવાલ

અધિક મુખ્ય સચિવ આરોગ્ય મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે અત્યારે કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમા છે અને હાલમાં 7 થી 8 હજાર કોરોના ટેસ્ટ થાય છે. પરંતું તેમાં અત્યારે માત્ર સિંગલ ડિજિટમા કોરોના કેસો આવે છે. અને રાજ્ય સરકાર તમામ તૈયારીઓ પર ધ્યાન રાખી રહી છે. બેડ ઓક્સિજન સહિતની તમામ તૈયારીઓ પર ધ્યાન રાખી રહ્યા છીએ અને સિઝન ફલૂ પર લક્ષણો જોઈને તેની સારવાર કરવામાં આવે છે. આ અંગે દવાઓ પણ હાલ ઉપલબ્ધ છે કેન્દ્ર તરફથી જે સૂચનાઓ આવશે અને તાત્કાલિક સંપૂર્ણ તૈયારીઓ માટે આરોગ્ય વિભાગને એલર્ટ કરાયું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :અંબાજી મંદિરમાં ગુપ્ત પૂજાના હકને લઈને પૂજારીના પરિવારમાં વિવાદ, કાકા- ભત્રીજા પહોંચ્યા હાઇકોર્ટના દ્વાર

Back to top button