ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ડૉ.દર્શિતા શાહનું ફેક ID, શું તમે આ એકાઉન્ટને કર્યું છે ફોલો ?

Text To Speech

રાજકોટના ડેપ્યુટી મેયર અને ધારાસભ્ય ડો.દર્શિતા શાહનું ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાની માહિતી ખુદ ડો.શાહે તેમના ઓરીજીનલ એકાઉન્ટ પરથી આપી છે. અને સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

DR Darshita Shah and PM Modi
DR Darshita Shah and PM Modi

દર્શિતા શાહનો PM મોદી સાથેનો ફોટો

ડૉ. દર્શિતા શાહના નામનું ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં આરોપીએ એકાઉન્ટના પ્રોફાઈલ પિક્ચર પર ડૉ. દર્શિતા શાહ અને PM મોદીની તસવીરનો ઉપયોગ કર્યો છે. જેને પગલે હજારો ફોલોઅર આ ફેક આઈ ડીને ફોલો કરી રહ્યા છે. ફેક એકાઉન્ટની જાણ થતા ડો.શાહે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર ફેક એકાઉન્ટ બન્યાની જાણ કરી કોઈએ પણ નાણાકીય વ્યવહાર ન કરવા માટેની વિનંતી કરી હતી.

Back to top button