બિઝનેસ

કોરોના કહેરને લઈને માર્કેટમાં વેચવાલીનું જોર, સેન્સેક્સ-નિફ્ટી ફરી રેડઝોનમાં

Text To Speech

બજાર ખુલવાના એક કલાક પહેલા જ માર્કેટ લાલ નિશાનમાં આવી ગયું હતું. શેરબજારે તેના સવારના તમામ લાભો ગુમાવી દીધા છે અને સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં આવી ગયા છે. BSE સેન્સેક્સ તે 47.8 પોઈન્ટ એટલે કે 0.08 ટકા ઘટીને 61,654 પર આવી ગયો છે. NSEનો નિફ્ટી 14.85 પોઈન્ટ એટલે કે 0.08 ટકાના વધારા સાથે 18,370 પર આવી ગયો છે.

સેન્સેક્સ 120 પોઈન્ટ નીચે ગયો

વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં સવારે સારી ખરીદી જોવા મળી રહી હતી. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં સારી ગતિ હતા. સેન્સેક્સ 250 પોઈન્ટથી વધુ મજબૂત બન્યો છે. જ્યારે નિફ્ટીએ 18450ની સપાટી વટાવી દીધી હતી. જે બાદ બજારમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 120 પોઈન્ટ નીચે ગયો છે તો નિફ્ટી 18350ની નજીક રહ્યો છે. પણ આ બધા વચ્ચે એરટેલ-એચડીએફસી પણ ટોપ લૂઝર દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: એમેઝોનના શેરમાં 50 ટકાનો ઘટાડો, કંપનીએ આ વર્ષે તેના મૂલ્યના 80 ટકા ગુમાવ્યા 

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સે 62,000નો આંકડો પાર કર્યો

આજે બજારની શરૂઆતમાં જ સેન્સેક્સે 62,000ની સપાટી વટાવીને 62,006ની ઊંચી સપાટી બનાવી હતી. જોકે આ સમયે તે 61947 ના સ્તરે દેખાયુ હતુ.

નવેમ્બરમાં ગ્રામીણ કામદારો માટે છૂટક ફુગાવો વધ્યો

વાર્ષિક ધોરણે નવેમ્બરમાં કૃષિ અને ગ્રામીણ મજૂરો માટે છૂટક મોંઘવારી વધીને અનુક્રમે 6.87 ટકા અને 6.99 ટકા થઈ છે. શ્રમ મંત્રાલય હેઠળના શ્રમ બ્યુરોએ મંગળવારે એક નિવેદનમાં આ માહિતી આપી. આ મુજબ નવેમ્બર, 2021માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ – એગ્રીકલ્ચર લેબરર્સ (CPI-AL) 3.02 ટકા હતો જ્યારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ – રૂરલ લેબરર્સ (CPI-RL) 3.38 ટકા હતો. જ્યારે ઓક્ટોબર 2022 માં, CPI-AL 7.22 ટકા અને CPI-RL 7.34 ટકા હતો.

Back to top button