ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : નડાબેટમાં મધમાખીનું ઝુંડ ઉડતા નાશભાગ,44 છાત્રાઓને ડંખ માર્યા

Text To Speech
  • અમદાવાદથી પ્રવાસમાં આવેલી 44 છાત્રાઓને મધમાખી કરડી
  • ત્રણ વિદ્યાર્થીનીઓને રાધનપુર હોસ્પિટલમાં ખસેડાઈ

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પ્રવાસન ધામ નડાબેટમાં આવેલા નડેશ્વરી માતાના મંદિર પાસે મધમાખીનું એક ઝુંડ એકાએક ઉડ્યું હતું. જ્યારે અમદાવાદથી પ્રવાસમાં આવેલી 44 વિદ્યાર્થીનીઓને કરડતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવી પડી હતી. મધમાખી કરડતા વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. વધુ ગંભીર જણાતી ત્રણ વિદ્યાર્થીનીઓને રાધનપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી.

અમદાવાદની ઘાટલોડીયા વિસ્તારની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલની 44 જેટલી વિદ્યાર્થીનીઓ બનાસકાંઠા જિલ્લા ના નડાબેટ ખાતે આવેલા નડેશ્વરી મંદિરના પ્રવાસમાં આવી હતી. ત્યારે મંગળવારે મંદિરની નજીકથી મધમાખીનું એક ઝુંડ એકાએક જ ઉડવા માંડ્યું હતું. જેના કારણે ભારે નાશભાગ મચી જવા પામી હતી.

જ્યારે આ મધમાખીઓ વિદ્યાર્થીનીઓને કરડતા તેમને 108 અને બીએસએફની એમ્બ્યુલન્સ મારફતે સુઈગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવી પડી હતી, અને ત્યાં જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

જેમાં 41 જેટલી વિદ્યાર્થીનીઓની હાલત અત્યારે સુધારા ઉપર છે. જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીનીઓની હાલત થોડી ગંભીર જણાતા તેમને રાધનપુર ની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો : વિધાનસભાના નવા અધ્યક્ષ શંકર ચૌધરીએ સભાગૃહ માટે કરી આ ખાસ વાત

Back to top button