દીપિકાના ‘બેશર્મ રંગ’: સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે કહ્યુ કંઇક આવુ
‘બેશર્મ રંગ’ ગીત રીલીઝ થતા જ સોશિયલ મીડિયા પર નેગેટિવ અને પોઝીટીવ બંને પ્રકારની પબ્લિસીટી મળી ચુકી છે. આ ગીત ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરવા લાગ્યુ છે. શાહરૂખ અને દીપિકાના ફેન્સ તો તેમના લુક અને કેમેસ્ટ્રી પર ફીદા થઇ ગયા છે, પરંતુ કેટલાય નેતાઓ અને ઘાર્મિક સંગઠનના લોકોએ બેશરમ રંગ ગીત પર અશ્લીલતા ફેલાવવાનો આક્ષેપ લગાવ્યો છે. પઠાણ પર ચાલી રહેલા વિવાદોની વચ્ચે હવે સલમાનખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી શાહરૂખ અને દીપિકાના સપોર્ટમાં આગળ આવી છે.
સોમીએ કર્યો ‘પઠાણ’નો સપોર્ટ
સલમાનખાનની એક્સ ગર્લફ્રેન્ડ અને તાજેતરમાં સલમાન વિશે જાતજાતના સ્ટેટમેન્ટ આપીને વિવાદોમાં રહેનાર સોમી અલીએ હવે દીપિકા અને શાહરૂખની મચઅવેઇટેડ ફિલ્મ ‘પઠાણ’ અને ‘બેશર્મ રંગ’ને સપોર્ટ કર્યો છે. સોમી અલીએ ફિલ્મને ટ્રોલ કરનાર લોકોને પણ સંભળાવી દીધુ છે. સોમીએ ‘બેશર્મ રંગ’ ગીતનું પોસ્ટર પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરીને એક લાંબી નોટ લખી છે. સોમી અલીએ લખ્યુ છે કે આ ફિલ્મ અને ગીતને જોવાની હું રાહ જોઇ શકતી નથી. દીપિકા સ્ટનિંગ દેખાઇ રહી છે. વર્કઆઉટમાં વધુ એફર્ટ્સ કરવા માટે દીપિકા મને મોટિવેટ કરી રહી છે.
રાજકીય નેતાઓ પર સાધ્યુ નિશાન
સોમીએ રાજનેતાઓ પર નિશાન સાધતા જણાવ્યુ કે પઠાણને બોયકોટ કરવાના બદલે આ લોકોએ એ બાળકો પર ધ્યાન આપવુ જોઇએ, જે રોજ બાળ શોષણનો, બાળ તસ્કરીનો ભોગ બની રહ્યા છે. રોજેરોજ લાખો બાળકો વેચાઇ રહ્યા છે. મહિલાઓ એસિડ એટેકનો શિકાર થઇ રહી છે. યુવાન છોકરીઓ અને છોકરાઓ જાતીય અને શારીરિક શોષણનો શિકાર થઇ રહ્યા છે. લોકો ભુખના લીધે જીવ ગુમાવી રહ્યા છે. રોજેરોજ મહિલાઓના રેપના આંકડા વધી રહ્યા છે.