ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : લેહ- લદાખમાં શહીદ વીર જવાનને વતનમાં અપાઈ શ્રદ્ધાંજલિ

Text To Speech

પાલનપુર : ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામ ના ફૌજી જવાન ભરતસિંહ દિલીપસિંહ રાણાનું માઇનસ 20 ડિગ્રી ઠંડીમાં ફરજ દરમ્યાન શહીદ થયા હતા. જેમના ફેફસામાં લોહી જામી ગયું હતું. જેથી તેમને ચંદીગઢ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં સારવાર ચાલી રહી હતી. પરંતુ ભરતસિંહ શહીદી પામ્યા હતા. જેમના પાર્થિવદેહને વતન ખેરાલુના ચાણસોલ ખાતે લાવવામાં આવ્યો હતો.

ત્યારે રોડની બંને તરફ ગ્રામજનો મોટી સંખ્યામાં શહીદને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા અને “ભારત માતાકી જય”, “શહીદ અમર રહો” ના નારા લાગ્યા હતા. શહીદ ભરતસિંહના પિતાએ જણાવ્યું હતું કે “હું લશ્કરમાં જવા ઈચ્છતો હતો પરંતુ જઈ શક્યો ન હતો. જેથી મારા બંને દીકરાઓને મેં લશ્કરમાં મોકલી મારું સ્વપ્ન પૂરું કર્યું હતું. ભરતસિંહનું વધુ ઠંડીના કારણે નિધન થયું છે. શહીદ ભરતસિંહ છેલ્લે દિવાળીના વેકેશનમાં ઘરે આવ્યા હતા. ભરતસિંહની શહીદીને ગ્રામજનોએ સો-સો સલામ કરી હતી.

આ પણ વાંચો : પ્રમુખસ્વામી જન્મશતાબ્દી મહોત્સવઃ રોજ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ લે છે મુલાકાત, આજે આવશે આ મહાનુભવો

Back to top button