પ્રમુખસ્વામી જન્મશતાબ્દી મહોત્સવ : રોજ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ લે છે મુલાકાત, આજે આવશે આ મહાનુભવો
અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં દેશમાંથી જ નહીં, પરંતુ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. બીએપીએસ અનુસાર 60,000થી વધુ શ્રદ્ધાળુઓએ મહોત્સવ શરૂ થયા પહેલા જ રજિસ્ટ્રેશન કરાવી દીધુ હતુ. મહોત્સવમાં સામેલ થનારા તમામ શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા છે.
સમારંભમાં વિદેશથી આવનાર શ્રદ્ધાળુઓ માટે અલગ વ્યવસ્થા કરાઇ છે. અહીં ઇન્ટરનેશનલ રિસેપ્શન સેન્ટર(IRC) બનાવાયુ છે. જે 24 કલાક કામ કરે છે. IRCમાં વ્યવસ્થા જોઇ રહેલા બીએપીએસના સંત વિવેકમુર્તિ કહે છે કે અહીં 50થી વધુ દેશમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. જેમાં સૌથી વધુ અમેરિકાથી આવનારા હરિભક્તો છે. તેમણે જણાવ્યુ કે મહોત્સવ શરૂ થતા પહેલા 60,000 શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. ત્યારબાદ શરૂઆતના દિવસોમાં 12000થી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. આ રીતે આખા મહોત્સવમાં વિદેશથી આવનારા શ્રદ્ધાળુની સંખ્યા 1 લાખથી ઉપર પહોંચી જશે.
આવનારા મોટાભાગના શ્રદ્ધાળુઓ 15થી 30 દિવસની સેવા માટે આવી રહ્યા છે. અહીં તેમને જે સેવા આપવામાં આવે છે, તે તેઓ ખુશી ખુશી કરે છે. સાથે જે શ્રદ્ધાળુઓ બે-ચાર દિવસ માટે આવે છે તેમને આ દરમિયાન સેવા ન આપીને મહોત્સવનો લાભ લેવાની પ્રાર્થના કરવામાં આવે છે. વિદેશથી આવનારા શ્રદ્ધાળુઓ માટે અલગ અલગ કાઉન્ટર બનાવાયા છે, તેમાં નોર્થ ઇસ્ટ, સાઉથ ઇસ્ટ, વેસ્ટ, સાઉથ વેસ્ટ, મિડ વેસ્ટ, મિડ ઇસ્ટ, યુકે-યુરોપ, આફ્રિકા, ખાડી દેશ અને કેનેડા પણ સામેલ છે. સંબંધિત દેશોમાંથી આવનારા લોકો કાઉન્ટરમાં જાય છે, જ્યાં તેમને તમામ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાય છે.
આજે મહોત્સવમાં આવનારા ગેસ્ટ
આજે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં સંવાદિતા દિવસ ઉજવવામાં આવશે. આજે આંતરરાષ્ટ્રીય સંવાદિતા દિન નિમિત્તે તમામ ધર્મોના વડાઓ એકત્રિત થઈને મંચ પરથી એકતાનો સંદેશ આપશે. આ તમામ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેથી લાખો ભક્તો ઘરે બેઠા આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે. આજે ગેટ નં 1 નારાયણ સભાગૃહમાં કાર્યક્રમનુ આયોજન કરાયુ છે. આજે વિશેષ મહેમાન તરીકે અર્શ વિદ્યામંદિરના ફાઉન્ડર આચાર્ય પુજ્ય પરમાત્માનંદજી, જુના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર પુજ્ય સ્વામી, મહાબોધી ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર, લદ્દાખના ફાઉન્ડર પ્રેસિડન્ટ વેને. ભીક્ખુ સંઘસેના, અહિંસા વિશ્વભારતીના ફાઉન્ડર, જૈન મુનિ આચાર્ય ડો. લોકેશ મુનીજી, પારસધામના ફાઉન્ડર જૈન મુનિ પરમ ગુરૂદેવ પુજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ જી, નામધારી કોમ્યુનિટી શીખના હેડ સ્તગુરૂ ઉદય સિંઘજી મહારાજ, આર્ચબિશપના આર્ચબિશપ થોમસ ઇગ્નેટિસ મેકવાન, થાઇલેન્ડની સીલ્પકોન યુનિવર્સીટીના ફાઉન્ડર પ્રો. ડોક્ટર ચિત્રપટ પ્રપંડવિદ્યા, ઇન્ડોનેશિયાથી ગાંધી પુરી આશ્રમના પદ્મ શ્રી અગસ ઇન્દ્રા ઉદયાના, જેવિશ કોમ્યુનિટીના રબ્બી એઝેકેઇલ ઇસ્સાક માલેકર, યુએસએના વર્લ્ડ કાઉન્સિલ ઓફ રિલિજીયસ લીડરની સેક્રેટરી જનરલ શ્રી બાવા જૈન, દાઉદી વહોરા કોમ્યુનિટીના સાદિકલ-ઇદીઝ-ઝહાબી ભાઇસાહેબ જમાલુદ્દીન, બહેરીનના વિચારક એચઇ અબ્દુલ રહેમાન બુ અલી હાજરી આપશે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા : બ્રહ્માકુમારી સંસ્થાના શાંતિવનના પ્રબંધક બીકે ભૂપાલનું નિધન