સ્મૃતિ ઈરાની પર ટિપ્પણી કરતા કોંગ્રેસ નેતાને રાષ્ટ્રીય મહિલા આયોગે મોકલી નોટિસ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને કોંગ્રેસ નેતા અજય રાયની મુશ્કેલીઓ વધી છે. વાસ્તવમાં રાષ્ટ્રીય મહિલા આયોગે આ વિવાદાસ્પદ નિવેદનને લઈને અજય રાયને નોટિસ મોકલી છે. આ કેસમાં અજય રાયને 28 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીની ‘ભારત જોડો યાત્રા’ કાશ્મીરથી કન્યાકુમારી સુધી કાઢવામાં આવી હતી જે ભારતના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં તેની કમાન અજય રાય સંભાળે છે. સોનભદ્રમાં ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન અજય રાયે બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાનીને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
વિવાદાસ્પદ ટિપ્પણી પર કેસ દાખલ
સ્મૃતિ ઈરાની અમેઠીમાં લટકા-ઝટકા મારી ફરવા માટે આવે છે. જો કે, ભારતીય જનતા પાર્ટીએ આ અંગે રોબર્ટસગંજ પોલીસ સ્ટેશનમાં અજય રાય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ મહિલા આયોગે પણ નોટિસ મોકલી છે.
આ પણ વાંચો: PM મોદી પર બિલાવલ ભુટ્ટોની વાંધાજનક ટિપ્પણી પર વિવાદ, હવે અમેરિકાએ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા અજય રાયની આ વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટતા
સ્મૃતિ ઈરાની પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ અજય રાય હજુ પણ પોતાના નિવેદન પર અડગ છે. અજય રાયે કહ્યું, “મારે શા માટે માફી માંગવી જોઈએ?” આ આપણી બોલચાલની ભાષા છે જેનો અર્થ છે કે કોઈ અચાનક દેખાય છે અને કંઈક કહે છે અને પછી ગાયબ થઈ જાય છે. આ બિનસંસદીય ભાષા નથી. તો મારે શા માટે માફી માંગવી જોઈએ?