બનાસકાંઠા : બ્રહ્માકુમારી સંસ્થાના શાંતિવનના પ્રબંધક બીકે ભૂપાલનું નિધન
પાલનપુર : બ્રહ્માકુમારી સંસ્થાના માઉન્ટ આબુની બ્રહ્માકુમારી સંસ્થાના વરિષ્ઠ રાજ યોગી બીકે ભૂપાલનું નિધન થયું છે. જેઓ 81 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમાર અને અસ્વસ્થ હતા. અગાઉ તેમની અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી હતી, ત્યારબાદ માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ગઈકાલે સોમવારે તેમને તળેટીમાં આવેલા ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને સવારે 9:00 કલાકે અંતિમ શ્વાસ લીધો હતો. તેમના નિધનના સમાચાર મળતા જ સંસ્થાના મહાસચિવ બીકે નિર્વેર, મીડિયા પ્રભાગના અધ્યક્ષ બીકે કરુણા સહિત વરિષ્ઠ પદાધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સ્વર્ગસ્થ ભૂપાલના પાર્થિવ દેહને શાંતિવનના કોન્ફરન્સ હોલમાં સાંજે 7:00 વાગે લાવવામાં આવશે. જ્યાં લોકો અંતિમ દર્શન કરી શકશે. જ્યારે 21 ડિસેમ્બર બુધવારના રોજ સવારે 8:00 વાગે તેમના પાર્થિવ દેહને માઉન્ટ આબુના પાંડવો ભવન જ્ઞાન સરોવરથી અંતિમયાત્રા નીકળશે, અને મુક્તિધામ ધામ ખાતે બપોરે 2:00 વાગે અંતિમ સંસ્કાર વિધિ સંપન્ન થશે.
રાજયોગી બીકે
ભૂપાલભાઈ યુવા અવસ્થામાં જ સંસ્થાના સંસ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ માઉન્ટ આબુ ખાતે આવીને સમર્પિત થયા હતા. બ્રહ્માકુમારી સંસ્થાનું વિશાળ પરિસર શાંતિવન, મનમોહિની વન તેમજ માન સરોવરના નિર્માણમાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. તે સિવાય દુષ્કાળ કે પૂરના સમયમાં લોકોની મદદ કરવા તેઓ હંમેશા સક્રિય રહેતા હતા. સંસ્થાના વિસ્તાર અને વિકાસમાં તેઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા: નડાબેટ રણમાં યાયાવર વિદેશી પક્ષીઓનો જમાવડો