31st ડિસેમ્બર પહેલા ખેડા પોલીસને મળી મોટી સફળતા, 26 લાખનો દારુ ઝડપી પાડ્યો
રાજ્યમાં દારુબંધી હોવા છતા પણ દારુની હેરાફરી કરવામાં આવે છે. અનેક વખત રાજ્યમાં ગેરકાયદેસર રીતે દારુ ઘૂસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. તેના માટે પેડલરો નવા નવા પેતરા અજમાવતા હોય છે. હવે 31 ડિસ્મ્બર નજીક આવી રહી છે. ત્યારે ખેડા જિલ્લામાં દારુની રેલમછેલ કરવાના કારસાને પોલીસે નિષ્ફળ કરી નાખ્યો છે.
26.67 લાખ રૂપિયાનો વિદેશી દારુ ઝડપ્યો
31 ડિસેમ્બર પહેલા ગેરકાયદેસર રીતે થતી દારુની હેરાફેરી પર ખેડા જિલ્લા પોલીસે સપાટો બોલાવી દીધો છે. 31 ડિસેબ્બર નજીક આવતી હોવાથી ખેડા જિલ્લા પોલીસે જિલ્લામાં દારુની હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત ખેડાજિલ્લા પોલીસ દારુની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી રહી હતી. આ દરમિયાન પોલીસને એક મોટી સફળતા મળી છે. માતર પોલીસે 26.67 લાખ રૂપિયાનો વિદેશી દારુ ઝડપી પાડ્યો છે.
કેવી રીતે ઝડપાયો દારુ ?
પ્રાપ્ત વિગતો અનુસાર માતર પોલીસ 31 ડિસેમ્બર નજીક આવતા જ જિલ્લામાં ગેરકાયદેસર રીતે દારુની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી હતી. આ દરમિયાન વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે નં. 48 પર વણસર પાસે હરિયાણાનું પાસિંગ ધરાવતા મત્તા સાથેના શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવ્યું હતું. આ ટ્રકનો ચાલક પોલીસની કાર્યવાહી જોઇને ત્યાંથી નાસી છૂટ્યો હતો પોલીસ દ્વારા આ ટ્રકની તપાસ કરાતા ટ્ર્કમાંથી 174 કાર્ટન વિદેશી દારુ મળી આવ્યો હતો. જેની અંદાજીત કિમત રૂ. 26,67,720 થાય છે.
માતર પોલીસને આમ ગેરકાયદેસર દારુની હેરાફરી થતી અટકાવવામાં મોટી સફળતા મળી છે. જો કે વાહનચાલક હાલ ફરાર છે. પરંતું પોલીસે ઝડપાયેલ તમામ મુદ્દામાલને ઝબ્બે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :વીર નર્મદ યુનિવર્સિટીમાં પરિક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા