ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: નડાબેટ રણમાં યાયાવર વિદેશી પક્ષીઓનો જમાવડો

  • લાખો યાયાવર પક્ષીઓથી નડાબેટ નો રણદરીયો ઉભરાયો

પાલનપુર : ભારત-પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય સરહદ પર આવેલ વાવ તાલુકાના નડાબેટના રણમાં વરસાદી પાણી ભરાયેલું હોઈ આ રણ દરીયો હાલ લાખો વિદેશી પક્ષીઓથી ઉભરાય રહ્યો છે. જોકે દર વર્ષે દિવાળી બાદ યાયાવર પક્ષીઓ લાખો કિલોમીટરનું ઉડાણ ભરી નડાબેટ ના મહેમાન બને છે. જ્યાં બે માસ રોકાઈને પરત પોતાના દેશ પહોંચે છે.બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલ નડાબેટનું અફાટ રણ હાલ વરસાદી પાણીના ભરાવાને લઈ દરીયામાં ફેરવાયેલું છે. ત્યારે આ રણદરિયાની મોજ માણવા લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ઉમટી પડયા હોઈ અહીંયા આખું રણ પક્ષીઓથી ઉભરાતું જોવા મળી રહ્યું છે. જોકે દર વર્ષે શિયાળાના પ્રારંભે વિદેશી પક્ષી હજારો લાખો કિલોમીટરની ઉડાણ ભરીને નડાબેટની સહેલગાહે આવે છે.

યાયાવર પક્ષીઓ બે થી ત્રણ લાખની સંખ્યામાં ઉમટી પડયા છે. આ વિદશી પક્ષીઓ લાખો કિલોમીટરનું અંતર કાપી નડાબેટ પહોંચ્યા છે. જયાં નવેમ્બરથી જાન્યુઆરી સુધી ત્રણ માસ રોકાણ કરી પરત જ્યાંથી આવ્યા હતા તે દેશમાં પરત ફરશે.જોકે નડાબેટ બોર્ડર પર સીમા દર્શનને લઈ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ત્યારે નડાબેટ જતા રસ્તામાં આવતા રણમાં કલરવ કરતા અને રણ દરિયામાં તરતા અને ડૂબકી મારતા લાખો વિદેશી પક્ષીઓ પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

કયા કયા પક્ષીઓ આવ્યા
નડાબેટમાં હજારો અને લાખો કિલોમીટરનું અંતર કાપીને વિવિધ દેશોમાંથી પેલીન્ગો, પેલીકન,પીગેન્ટોન,ગજપાઉ જેવા બે થી ત્રણ લાખ યાયાવર પક્ષીઓ આવ્યા છે. જે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી સુધી રોકાઈ બાદમાં પરત ફરશે.

નડાબેટ રણ-humdekhengenews

પક્ષીઓ વર્ષમાં એક વાર સંવર્ધન માટે આવે છે
ચોમાસા બાદ નડાબેડના રણમાં મોટી માત્રામાં પાણીનો ભરાવો હોઈ વિદેશી યાયાવર પક્ષીઓ દર વર્ષે શિયાળાના પ્રારંભે સંવર્ધન અને ખોરાક માટે મોટી સંખ્યા નડાબેટ રણમાં આવે છે.

યાયાવર પક્ષીઓનો મુખ્ય ખોરાક નાની માછલી, કીટક
નડાબેટ રણમાં શિયાળના અંત સુધી પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયેલું રહેતું હોય આ પાણીમાં કીટક અને નાની માછલી પણ મોટી માત્રામાં હોય વિવિધ દેશના યાયાવર પક્ષીઓ પાણી અને ખોરાક માટે નડાબેટ આવે છે.

સાઈબેરિયા અને યુરોપથી પક્ષીઓનું આગમન
ગુડખર અભયારણ્યના આરએફઓ સી. એમ. બારડે જણાવ્યું હતું કે, શિયાળાની શરૂઆત થતાં જ સાઈબેરિયા અને યુરોપ દેશમાંથી લાખોની સંખ્યામાં હજારો કિલોમીટરનું અંતર કાપી પેલીન્ગો,પેલીકન,પીગેન્ટોન અને ગજપાઉ નામના પક્ષીઓ આવે છે જે ત્રણ માસ રોકાઈ પરત ફરે છે.

આ પણ વાંચો : વીર નર્મદ યુનિવર્સિટીમાં પરિક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા

Back to top button