લાઈફસ્ટાઈલહેલ્થ

હેર ફોલની સમસ્યાથી છો પરેશાન? તો આ ભુલો ભુલથી પણ ન કરશો

Text To Speech

હેર ફોલ અત્યારના સમયની કોમન સમસ્યા છે. આજુબાજુ નજર કરશો તો કદાચ દરેક વ્યક્તિ આ સમસ્યાથી પરેશાન હશે. હેર ફોલ વ્યક્તિને સ્ટ્રેસ પણ આપે છે. તે ખોટી ખાણીપીણી, પોષક તત્વોની કમી, ખરાબ લાઇફસ્ટાઇલના કારણે થાય છે. આપણે જંકફુડ તો ખુબ ખાઇ લઇએ છીએ, પરંતુ એક્સર્સાઇઝ, યોગા કે મેડિટેશન કરતા નથી. તેનાથી આજની ફાસ્ટ લાઇફમાં આપણો સ્ટ્રેસ ખુબ જ વધે છે.

હેર ફોલની સમસ્યાથી છો પરેશાન? તો આ ભુલો ભુલથી પણ ન કરશો hum dekhenge news

કેટલીક વખત અમુક લોકોની બધી બાબતો યોગ્ય હોવા છતાં પણ વાળ ખરે છે. આવા સંજોગોમાં તેમને સમજાતું નથી કે કરવુ શું? મોંઘાદાટ શેમ્પુ અને ડોક્ટર્સની દવાઓ પણ કામ કરતી નથી. કદાચ તે વ્યક્તિની જ ક્યાંક ભુલ થતી હશે જેના કારણે વાળ ખરે છે. કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો કદાચ તમારી વાળ ખરવાની સમસ્યા થોડી ઓછી થઇ જશે.

હેર ફોલની સમસ્યાથી છો પરેશાન? તો આ ભુલો ભુલથી પણ ન કરશો hum dekhenge news

  •  નહાવાની ખોટી રીત પણ તમારા વાળ ખરવા, તુટવા કે જલ્દી સફેદ થવાનું કારણ હોઇ શકે છે. જે લોકો ખુબ ગરમ પાણીથી નહાય છે, તેમના વાળ ખરે છે. ગરમ પાણી તમારા વાળના છીદ્રો ખોલી દે છે. તેથી તમારે હુંફાળા પાણીથી નહાવુ જોઇએ.
  • સવારનો નાસ્તો ન કરવો તે પણ વાળ ખરવાનું એક કારણ હોઇ શકે છે. દિવસનુ પહેલુ મીલ એટલે કે બ્રેકફાસ્ટ ક્યારેય સ્કિપ ન કરવો જોઇએ. સવારે ઉઠીને પૌષ્ટિક વસ્તુઓનો નાસ્તો કરવો જોઇએ.
  • સવારે ઉઠીને વાળને ખુલ્લા રાખી દેવા અથવા તો રાતે સુતી વખતે વાળ ખુલ્લા રાખી દેવા તેનાથી વાળ તુટી શકે છે.
  • મોડા ઉઠવાથી અને મોડા સુધી જાગવાથી પણ વાળ ખરી શકે છે. શરીરના હોર્મોન્સ આ બંને ઘટનાઓથી ખુબ જ પ્રભાવિત થાય છે. આ ઉપરાંત ખરાબ લાઇફસ્ટાઇલના લીધે પણ વાળ ખરવા લાગે છે.
Back to top button