એમેઝોનના શેરમાં 50 ટકાનો ઘટાડો, કંપનીએ આ વર્ષે તેના મૂલ્યના 80 ટકા ગુમાવ્યા
એમેઝોન સ્ટોક્સે કોરોના સમયગાળા દરમિયાન કરેલા લાભને સંપૂર્ણપણે ગુમાવી દીધો છે. ફરી એકવાર આ સ્ટોક કોવિડ-19 પહેલાના સ્તર પર આવી ગયો છે. સોમવારે, શેર 3.4 ટકા ઘટીને $84.93 પર બંધ થયો હતો. 16 માર્ચ, 2020 પછી આ સ્ટોકનું સતત ડાઉન થઈ રહ્યો છે.
ટેક કંપનીઓ માટે આ વર્ષ ખરાબ
એમેઝોનના શેરમાં આ વર્ષે ભારે ઘટાડો જોવા મળ્યો છે. વધતી જતી મોંઘવારી, અર્થતંત્રની કથળેલી તબિયત અને વ્યાજદરમાં વધારા બાદ કંપનીના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આ વર્ષે અન્ય ટેક્નોલોજી આધારિત કંપનીઓના શેર પણ ખરાબ રીતે તૂટ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં, ટેક શેરોમાં દાવ લગાવનારાઓએ લાખો ડોલરનું નુકસાન થયુ છે. સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી ટેક કંપનીઓના શેરોની વાત કરીએ તો આ વર્ષ મેટા માટે સૌથી ખરાબ રહ્યું છે. મેટાના શેરમાં 66 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે, ટેસ્લાના શેરમાં 57 ટકા સુધીનો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચો:સરકારે જારી કર્યુ 2.15 લાખ કરોડનું ટેક્સ રિફંડ, જો આઉસ્ટેન્ડિંગ ડિમાંડ પેન્ડીંગ તો રિફંડ અટકશે
વર્ષ 2000 પછી શેરમાં સતત ઘટાળો
આ વર્ષમાં અત્યાર સુધીમાં એમેઝોનના શેરમાં 49 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. 2000 પછી કંપનીના શેર માટે આ સૌથી ખરાબ વર્ષ સાબિત થઈ થયુ છે. વર્ષ 2000 માં, ડોટ કોમ ક્રેશ દરમિયાન, કંપનીએ તેના મૂલ્યના 80 ટકા ગુમાવ્યા.
સ્ટોક 2020 માં રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો
આ 2020 ની સરખામણીમાં શેરમાં જબરદસ્ત ઘટાડો દર્શાવે છે. 2020 માં, ઓનલાઈન માંગમાં જબરદસ્ત વધારા વચ્ચે કંપનીના શેરમાં ઉછાળો આવ્યો હતો. તે સમયે જ્યારે રોગચાળો ચરમસીમા પર હતો, એમેઝોનને મોટા પાયે ઓર્ડર મળવા લાગ્યા. આનું કારણ એ છે કે રોગચાળા દરમિયાન, લોકો ભૌતિક સ્ટોર્સમાં જવાનું ટાળતા હતા અને આવશ્યક અને બિન-જરૂરી વસ્તુઓ માટે ઑનલાઇન જતા હતા.