મનોરંજન

ગુટખાની માંગણી કરીને યુવતીએ અજય દેવગણ અને શાહરૂખને 5 રૂપિયાનો મની ઓર્ડર મોકલ્યો

Text To Speech

બોલિવૂડ ડેસ્કઃ ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર ‘ગુટખા’ અને ‘પાન મસાલા’ની જાહેરાતોને લઈને ચર્ચા ચાલી રહી છે. લોકો સ્ટાર્સ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. જેના માટે અક્ષય કુમારે તેના ચાહકોની માફી માંગવી પડી હતી. પરંતુ આ દરમિયાન મધ્યપ્રદેશની એક 19 વર્ષની યુવતીએ એવું કામ કર્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. હકીકતમાં યુવતીએ ‘ગુટખા’ની માંગણી કરતા બંને દિગ્ગજ કલાકારોને 5 રૂપિયાનો મની ઓર્ડર પણ મોકલ્યો છે. હા, વાત એ છે કે આ છોકરીએ બંને દિગ્ગજોને પાન મસાલાની જાહેરાત બંધ કરવાની પણ અપીલ કરી છે.

ફાઇલ તસવીર

આ યુવતીનું નામ ધડકન જૈન છે. પત્ર અને મની ઓર્ડર મોકલવાની સાથે તેણે બંને સ્ટાર્સને ટેગ કરીને એક ટ્વિટ પણ કર્યું છે. ધડકન માને છે કે, ‘પાન મસાલા’ની જાહેરાતો યુવા પેઢીને ખોટા માર્ગે લઈ જઈ રહી છે. તેના જીવન પર તેની ખરાબ અસર પડી રહી છે. તેથી જ તેણે પાન મસાલાની જાહેરાત ન કરવા માટે આ પગલું ભર્યું છે અને બંનેને પાંચ-પાંચ રૂપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે, જેથી તેઓ પાન મસાલાની જાહેરાત કરવાનું બંધ કરે. ધડકને બંને સ્ટાર્સને પોતાના ભાઈ ગણાવ્યા અને 24 મેના રોજ બંનેને બ્રધર્સ ડેની શુભેચ્છા પાઠવીને તેમને આમ કરવાની મનાઈ કરી દીધી.

ધડકન કહે છે કે, તે તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે અને તેણે શાહરૂખ ખાન અને અજય દેવગનને પોતાના ભાઈઓ માને છે. આ જ કારણ છે કે તે નથી ઈચ્છતી કે તેના ભાઈઓ આવી જાહેરાતો કરે અને દેશના યુવાનોને ખોટા રસ્તે મોકલે. એટલા માટે તેમણે તેમને અપીલ કરી છે કે, તેઓ આ જાહેરાતો ન કરે અથવા તેમને ગુટખાનું પેકેટ મોકલે. જો ધડકનનું માનીએ તો ઘણા યુવાનો આ સેલિબ્રિટીઓને ફોલો કરે છે. આવી સ્થિતિમાં જો તેઓ આવા પાન-મસાલાની જાહેરાત કરશે, તો તે બધા યુવાનો પર તેની ખૂબ જ ખરાબ અસર પડશે.

ધડકન કહે છે કે, શાહરૂખ ખાન અને અજય દેવગણે પણ અક્ષય કુમારની જેમ પાન-મસાલાની જાહેરાત કરવાની બંધ કરવી જોઈએ. ધડકને આ સ્ટાર્સને 28 માર્ચ 2021ના દિવસે ટ્વિટ કર્યું હતું. આ પછી તેણે તાજેતરમાં એક ટ્વિટમાં બંને સ્ટાર્સને બે વાર ટેગ કર્યા અને કહ્યું કે ‘તેણે બંને સ્ટાર્સને પાંચ રૂપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે કારણ કે પાન મસાલાનું પેકેટ પાંચ રૂપિયામાં આવે છે.’ વધુમાં તેઓ કહે છે કે, હું ઈચ્છું છું કે તે મને પાંચ રૂપિયાની કિંમતનું પાન મસાલાનું પેકેટ ભેટ તરીકે મોકલે. હું તેને ખાવા નથી માંગતી, પરંતુ આ પાછળ મારો હેતુ તેમને નુકસાન પહોંચાડવાનો છે, જેથી તેઓ આવી જાહેરાતો કરવાનું બંધ કરે.

Back to top button