ઉત્તર ભારતમાં શીત લહેર, દિલ્હીમાં વધતી ઠંડી સાથે વિઝિબિલિટી ઘટી
હવે સમગ્ર દેશમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજધાની દિલ્હી ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું છે. સવારના સમયે ગાઢ ધુમ્મસના કારણે અહી વિઝિબિલિટી ઓછી હોવાના કારણે લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ જો પહાડી રાજ્યોની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે નીચલા વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
Dense fog, low visibility engulf North India
Read @ANI Story | https://t.co/79FsHrF1aO#NorthIndia #NewDelhi #ZeroVisibility #fog pic.twitter.com/ZG4SKuzoyM
— ANI Digital (@ani_digital) December 20, 2022
IMDએ આગામી 4 થી 5 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. આ સિવાય 20 ડિસેમ્બર અને 21 ડિસેમ્બર દરમિયાન બિહાર અને પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે.
ધુમ્મસના કારણે દિલ્હીમાં યલો એલર્ટ
આજે દિલ્હીમાં મોસમનું પ્રથમ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. સવારના સમયે ઘણા વિસ્તારોમાં, રસ્તાઓ અને ઉદ્યાનોમાં ચારે બાજુ ધુમ્મસ દેખાય છે. ધુમ્મસના કારણે દિલ્હીમાં હજુ પણ લગભગ 150-200 મીટર વિઝિબિલિટી બાકી છે. જો કે, જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ તેમાં વધારો થતો જાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ છે. ગાઢ ધુમ્મસના કારણે સવારે 6 વાગ્યાની આસપાસ પાલમ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને 50 મીટર થઈ ગઈ હતી. આ કારણોસર હવામાન વિભાગે દિલ્હીમાં સવારે 5.30 થી 8.30 સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે.
Delhi | Dense fog covers the national capital this morning. Visuals from Lodhi Road, Safdarjung, Airport flyover and AIIMS. pic.twitter.com/8NKVd5Esa1
— ANI (@ANI) December 20, 2022
ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત રહેશે
IMD અનુસાર, આગામી 4 થી 5 દિવસ દરમિયાન ભારતના ઉત્તરીય ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના અલગ-અલગ ભાગોમાં શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આજે રાજધાની લખનૌમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે.
Uttar Pradesh | Dense fog engulfs Kanpur this morning, people sit near bonfire to keep themselves warm.
IMD forecasts 'Very Dense Fog' for Kanpur today with the minimum temperature being 7 degrees Celsius. pic.twitter.com/kTrLTIJ81u
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 20, 2022
ભટિંડાથી કોલકાતા સુધીની દૃશ્યતા
IMDએ આજે સવારે 5.30 વાગ્યે સૌથી ઓછી વિઝિબિલિટી નોંધાવી હતી. ભટિંડામાં ઝીરો વિઝિબિલિટી છે. અમૃતસર, ગંગાનગર, પટિયાલા, દિલ્હી (પાલમ) અને લખનૌમાં 25 મીટર, દિલ્હીના સફદરજંગ અને પૂર્ણિયા વિસ્તારમાં 50 મીટર, અંબાલા અને આગ્રામાં 200 મીટર, ગોરખપુરમાં 300 મીટર અને બરેલી, પટના, કોલકાતા અને ગયામાં 500 મીટર કરવામાં આવ્યું છે.
Delhi | Dense fog covers the national capital this morning. Visuals from Lodhi Road, Safdarjung, Airport flyover and AIIMS. pic.twitter.com/8NKVd5Esa1
— ANI (@ANI) December 20, 2022