આજનું પંચાગ
તારીખ :- ૨૬મે ૨૦૨૨
વાર :- ગુરુવાર
તિથિ :- વૈશાખ વદ એકાદશી
રાશી :- રાત્રે ૨૪:૩૭:૨૩ સુધી મીન, ત્યારબાદ મેષ
નક્ષત્ર :- રેવતી
યોગ :- આયુષ્માન
કરણ :- સવારે ૧૦:૫૩:૪૦ સુધી બાલવ, ત્યારબાદ કૌલવ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :– આજનો દિવસ તનાવમાં અને વ્યસ્તતામાં જઈ શકે છે. એવો અનુભવ થાય કે જાણે બધી જવાબદારી તમારા એકલા ઉપર આવી ગઈ છે. આજે પારિવારિક સંબંધો અંગે કંઈક મહત્વના નિર્ણય લેવા પડે. મનમાં અસંતોષ રહે.
વૃષભ :- આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. તમારા મિત્રો કોઈ નાની સરખી પાર્ટીનું આયોજન કરી શકે છે. તમે કરેલા રોકાણનો લાભ મળે. કોઈ પણ મહત્વનું કાર્ય આરંભ કરવા માટે આજનો દિવસ શુભ સાબિત થઈ શકે છે.
મિથુન :- કાર્યો સરળતાથી ન ચાલે. પણ મુશ્કેલી સહન કર્યા પછી સફળતા મળે. તમારે આજે દરેક વસ્તુને બે વખત તપાસીને કરવી. જો તમે તમારા કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવા માંગતા હો તો આજનો દિવસ ઉત્તમ છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
કર્ક :- કોઈક નજીકના સંબંધી ને મળવાનું થાય. આજે તમારા પિતા જોડે તમે ભાવનાત્મક ક્ષણો પસાર કરી શકો છો. કોઈક નવી વસ્તુની ખરીદી થઈ શકે છે. તમારું ભવિષ્ય સુરક્ષિત થાય તે માટેનું તમને ખુબ સરસ માર્ગદર્શન મળે.
સિંહ :- લોકો તમારી સારપનો ફાયદો ઉઠાવતા હોય એવી ભાવના આવે. મનદુઃખ રહે. આજે કોઈ ચર્ચા કરવાની ઈચ્છા નહી થાય. તમારે ફક્ત તમારી શક્તિનો સ્વીકાર કરવાની જરૂર છે. જરૂરિયતમંદોને દાન કરવાથી રાહત મળે.
કન્યા :- આજે કોઈ મહત્વની વ્યકિત સાથે મુલાકાત થાય. આજે દિલ અને દિમાગ ખુલ્લું રાખવું. કોઈક અંગત વ્યક્તિ સાથે થયેલી ચર્ચા મન ખરાબ કરી શકે છે. તમારા વ્યાપાર ધંધા પર વિપરીત પ્રભાવ રહે. પણ આ બધા માંથી બહાર નીકળી શકશો.
તુલા :- આજે જોખમ ઉઠાવાથી ફાયદો થાય. તમે તમારા પ્રતિસ્પર્ધીને માત આપી શકો. તમે આજે દરેક કાર્ય સમર્પણની ભાવના સાથે કરશો. લાંબા સમયથી કરેલા રોકાણનું સારું વળતર મળે. મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર આવે.
વૃશ્ચિક :- આજે તમે તમારા આરોગ્ય માટે ગંભીરતાથી વિચારશો અને તે માટેના પ્રયત્ન પણ કરશો. તમારા સંતાને આપેલી સલાહ તમારા માટે ફાયદાકારક રહે. વ્યવસાય અને કુટુંબો વચ્ચે સંતુલન રાખી શકો. તમારી રચનાત્મકતાને સરાહના મળે.
ધનુ :- આજે થોડું બોલવામાં ધ્યાન રાખવું. તમારી સીધી વાતનો ખોટો અર્થ નીકળી શકે છે. આજે બને ત્યાં સુધી ઘર નો ખોરાક લેવો નહીં તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. મિલકત અંગેની સમસ્યાઓ માટે સારો રસ્તો મળે. શિક્ષણ પ્રત્યેની અભિરૂચિ વધે.
મકર :- તમે સરળતાથી કોઈના પર વિશ્વાસ મૂકી નહિ શકો. પણ દોસ્તીનો હાથ આગળ કરવા માટે આજનો દિવસ યોગ્ય છે. તમારા વિઝા પાસપોર્ટ ને લગતા કામ આજે પાર પડે. તમારા ભાઈ બહેન સાથે મુલાકાત થાય અને આનંદમાં સમય પસાર થાય.
કુંભ :- આજે અલગ અલગ ક્ષેત્રમાંથી નાણાની પ્રાપ્તિ થાય. તમારા કુટુંબીઓને તમારા માટે માન થાય. આજે તમારો જમવા ઉપર કંટ્રોલ ના રહે. વિવિધ પકવાન જોઈને મન લલચાય. વધારે લાલચ રાખવી નહી, નહી તો ગ્રાહક વર્ગ ઓછો થાય.
મીન :- તમને તમારી ક્ષમતામાં સુધારો જણાય. તમે આજે દરેક કાર્ય ઉર્જાવાન બનીને કરશો. વધારે પડતું ભાગ્ય ના ભરોસે રહેવું નહીં. મનની એકાગ્રતા વધે. આજે કોઈ ગહન વિષયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનું થઈ શકે છે. ઈશ્વર પ્રત્યે રુચિ વધે.
નિકી પ્રવીણ વાંકાવાળા
જ્યોતિષ શાસ્ત્રી, વાસ્તુ એક્સપર્ટ, ટેરોટ કાર્ડ રીડર, ન્યુમેરોલોજીસ્ટ, ક્રિસ્ટલ હીલર, પાસ્ટ લાઈફ રિગ્રેસન થેરાપિસ્ટ