પ્રમુખસ્વામી નગરમાં આજે ‘સંવાદિતા દિન’ની ઉજવણી, જાણો શું છે ખાસ
અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. થોડા દિવસોમાં અસંખ્ય હરિભક્તો આ ભવ્ય મહોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. ફક્ત દેશમાંથી જ નહી પરંતું વિદેશમાંથી પણ મોટા પ્રમાણમાં ભક્તો અમદાવાદમાં આ મહોત્સવમાં સોમેલ થવા માટે ઉમટી રહ્યા છે.
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન
અમદાવાદમાં બીએપીએસ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 600 એકરમાં વિકસિત પ્રમુખ સ્વામીનગરમાં અનેક કાર્યક્રમો તેમજ પ્રમુખ સ્વામી મહારાજના વિચારોનું લોકોમાં સિંચન કરતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક મહિના સુધી અનેક કાર્યક્રમો યોજવાના છે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે સંવાદિતા દિનનું આયોજન કરવામાં આવ્યું છે.
આજનો કાર્યક્રમ
આજે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં સંવાદિતા દિવસ ઉજવવામાં આવશે. આજે આંતરરાષ્ટ્રીય સંવાદિતા દિન નિમિત્તે તમામ ધર્મોના વડાઓ એકત્રિત થઈને મંચ પરથી એકતાનો સંદેશ આપશે. આ તમામ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેથી લાખો ભક્તો ઘરે બેઠા આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે.
ગઇ કાલે ‘ગુરુભક્તિ દિન’ ઉજવાયો હતો
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના પાંચમા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ‘ગુરુભક્તિ દિન’ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રમુખસ્વામી મહારાજના ગુરુભક્તિમય જીવન અને કાર્યને દર્શાવતાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના પાંચમા દિવસે ઉપસ્થિત રહ્યા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, જાણો શું હતું આજે
પ્રમુખ સ્વામીનગરમાં દેશ- વિદેશના લોકો ઉમટ્યાં
દેશ વિદેશમાં પોતાના વિચારોથી લોકોને પ્રભાવિત કરનાર પ્રમુખ સ્વામી મહારાજના લાખો ભક્તો આ મહોત્સવમાં ભાગ લેવા માટે ઉમટી રહ્યા છે. થોડા દિવસોમાં અહી અનેક ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં બીએપીએસ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના સતાબ્દી મહોત્સવનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તે દેશ વિદેશમાંથી લોકો ભાગ લેવા માટે ઉમટી રહ્યા છે. આગામી 15 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમો ચાલશે. અને રોજ અલગ અલગ કાર્યક્રમો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના વિચારોનું સિંચન અને તેમને શ્રદ્ધાજલિં અર્પણ કરતા ભવ્ય કાર્યક્રમો લોકોમાં જબરુ આકર્ષણ જમાવી રહ્યા છે.
આ પણ વાંચો:પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ, આ છે સમગ્ર કાર્યક્રમ