મહિનાઓ પહેલાં આવેલા પૂરને લઈને પાકિસ્તાન હજુ સુધી ભીખ માગી રહ્યું છે, UNની સામે ફરી હાથ ફેલાવ્યા
પાકિસ્તાનઃ વિનાશકારી પૂરમાંથી પસાર થયાને મહિનાઓ પછી પણ પાકિસ્તાન આર્થિક સંકટમાંથી બહાર નથી આવ્યું. ત્યારે તેઓ હજુ પણ સંયુક્ત રાષ્ટ્રની મદદથી આર્થિક સહાયના પ્રયાસમાં છે. મીડિયા રિપોર્ટ મુજબ પૂરથી પાકિસ્તાન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આગામી મહિને મળનારી સંયુક્ત રાષ્ટ્ર સંમેલન પહેલા ધન ભેગું કરવા માટે દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રને વિનાશકારી પૂરમાંથી બહાર નીકળવા મદદનો આગ્રહ રાખ્યો છે. પાકિસ્તાન આયાત, ડોલરની ઉણપ અને ઈન્ટરનેશનલ મુદ્રા કોષની સાથે પોતાના દેવાંને કવર કરનારા ભંડારની સાથે આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે.
પૂરને કારણે પાકિસ્તાનમાં 1700થી વધુ લોકોના જીવ ગયા હતા
ગરમીમાં પાકિસ્તાનમાં આવેલા પૂરને કારણે 1700થી વધુ લોકોના જીવ ગયા હતા. દેશનો ત્રીજો ભાગ પાણીમાં ડૂબી ગયો હતો, જેના કારણે દેશનો વિકાસ પણ ઘટ્યો હતો. પૂરને કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને લગભગ 256000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પાકિસ્તાન સરકાર IMFની સાથે પોતાના વ્યાપક આર્થિક સંક્તોના પ્રબંધ કરવાની વ્યવસ્થામાં છે.
પાકિસ્તાનની મદદ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ અપીલ કરી
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે વૈશ્વિક સમુદાયે પાકિસ્તાનમાં વિનાશકારી પૂર પછી પર્યાપ્ત ધન ઉપલબ્ધતા નથી કરાવાયું અને તેનાથી આગામી મહિને ખાદ્ય સહાયત કાર્યક્રમને પણ રોકવામાં આવી શકે છે. પાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર નિવાસી અને માનવતાવાદી સમન્યવસ્ક, જૂલિયન હાર્નેસના જણાવ્યા મુજબ, સંયુક્ત રાષ્ટ્ર અને પાકિસ્તાનની સંયુક્ત અપીલને કારણે નિર્ધારીત 816 મિલિયન ડોલર ફંડનો લગભગ 30 ટકા મેળવી લીધો છે. તેઓ જિનિવા, સ્વિટ્ઝરલેન્ડમાં 9 જાન્યુઆરી મળનારા સંમેલનમાં વધુ ફંડની માગ કરશે.
IMFમાંથી પણ લોન મળવામાં મોડું થયું
વૈશ્વિક એકમ સાથે લાંબી ચર્ચા પછી પાકિસ્તાનને IMFમાંથી લોન મળવામાં મોડું થઈ રહ્યું છે. IMFએ પુનર્વાસ માટે આ વર્ષે કેટલો ખર્ચ કરાશે, તેના પર હિસાબ માગ્યો છે. IMFએ સંકેત આપ્યા છે કે વ્યાપક, આર્થિક દ્રષ્ટીકોણને સંશોધિત કરવા માટે વાતચીત સારી રહી છે. પાકિસ્તાનમાં નિવાસી પ્રતિનિધિ અસ્થર પેરેઝ રુઇઝે આ મહિને એક નિવેદનમાં જણાવ્યું હતું.
પાકિસ્તાન સરકાર પર આર્થિક અને રાજનીતિક સંકટ
બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું કે આખી સરકાર તે વાતથી સહમત છે કે ઈન્ટરનેશનલ નાણાકીય સંસ્થાઓને મનાવવા અમારા માટે મહત્વપૂર્ણ છે. અમે અમારી અર્થવ્યવસ્થાને સમગ્ર વિકાસ માટે જરૂરી મૂળભૂત સુધારો જોવા માગીએ છીએ. પરંતુ હાલના સમયે અમારી પહેલી પ્રાથમિકતા તે લોકોની મદદ કરવાનો છે જે અતિશય સંકટનો સામનો કરી રહ્યાં છે. પાકિસ્તાન પણ રાજનીતિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે, વિપક્ષી સભ્ય ઈમરાન ખાન આ સપ્તાહના અંતમાં ચારમાંથી બે પ્રાંતીય વિધાનસભાને ભંગ કરવાની યોજના બનાવી રહ્યાં છે, ,કે જેથી સરકારને નવી ચૂંટણીની જાહેરાત કરવા માટે પ્રેરિત કરી શકાય. સંસદમાં અવિશ્વાસના મતથી ઈમરાન ખાનને હટાવવામાં આવ્યા બાદ, એપ્રિલથી સત્તા પર શાહબાઝ શરીફની સરકાર આવી છે. ત્યારે તેમના વિરૂદ્ધ પંજાબ વિધાનસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.