કર્ણાટકમાં 9મા ધોરણની વિદ્યાર્થિનીએ બાળકને જન્મ આપ્યો, હોસ્ટેલ વોર્ડન સસ્પેન્ડ
- માત્ર 14 વર્ષની બાળકીએ આપ્યો બાળકને જન્મ
- વિદ્યાર્થિની સરકારી શાળાની હોસ્ટેલમાં રહી કરતી હતી અભ્યાસ
- ઘટના બાદ હોસ્ટેલ વોર્ડન સસ્પેન્ડ, એફઆઈઆર નોંધવામાં આવી
બેંગલુરુ, 12 જાન્યુઆરી: કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ધોરણ 9ની વિદ્યાર્થિનીએ શહેરની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. આ વિદ્યાર્થિની સરકારી શાળાની હોસ્ટેલમાં રહેતી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હોસ્ટેલ વોર્ડનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે આ મામલે પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
કેસની તપાસમાં જાણવા મળ્યું કે આ વિદ્યાર્થિની સમાજ કલ્યાણ વિભાગની હોસ્ટેલમાં રહેતી હતી. જોકે તેની હાજરી અનિયમિત હતી. તે અવારનવાર તેના એક સંબંધીને મળવા જતી. 14 વર્ષીય બાળકીએ ગયા વર્ષે ઑગસ્ટમાં જ મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું. પરંતુ ત્યારે તેની પ્રેગ્નન્સી કોઈને ધ્યાનને જ નતી આવી.
10મા ધોરણના વિદ્યાર્થી સાથે પણ સંપર્ક હતો
મળતી માહિતી મુજબ, યુવતીએ એક વર્ષ પહેલા હોસ્ટેલમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તે સમયે તે 8મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. સૂત્રોએ પ્રમાણે તે છોકરીના 10મા ધોરણના એક છોકરા સાથે સંબંધ છે, જે બંને એક જ શાળામાં અભ્યાસ કરતાં હતા. જો કે, અહીં અભ્યાસ પૂરો કર્યા પછી, છોકરાએ શાળામાંથી ટ્રાન્સફર સર્ટિફિકેટ (TC) મેળવ્યું અને બેંગલુરુ રહેવા ગયો.
પેટમાં દુખાવો થતાં ખબર પડી કે ગર્ભવતી છે: કૃષ્ણપ્પા એસ
આ અંગે તુમકુરના સમાજ કલ્યાણ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર કૃષ્ણપ્પા એસએ જણાવ્યું કે છોકરી ઘણા સમયથી હોસ્ટેલમાં આવી રહી ન હતી. તે બાગેપલ્લી શહેરના કાશાપુરાની રહેવાસી છે. પેટમાં દુખાવાની ફરિયાદ સાથે તે હોસ્પિટલ પહોંચી હતી. જ્યારે તેણીને પેટમાં દુખાવો થયો ત્યારે અમને ખબર પડી કે તે ગર્ભવતી છે.
તેમણે વધુમાં કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં તપાસ રિપોર્ટ સરકારને સોંપશે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
- પોલીસનું કહેવું છે કે તેઓએ છોકરા વિશે પૂછપરછ કરી છે અને તેને હાલ શોધી રહ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: બાળ યૌન શોષણ બતાવનાર યુટ્યુબ ચેનલ વિરુદ્ધ FIR દાખલ