નવી દિલ્હી, 7 જુલાઈ, 2024: હેકિંગના ઇતિહાસનો સૌથી મોટો કાંડ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. એક અહેવાલ અનુસાર 995 કરોડ પાસવર્ડ લીક થયા છે, જેને કારણે ઑનલાઇનની દુનિયામાં મોટો ખતરો ઊભો થયો છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર, “ઓબામાકેર” નામથી ઓળખાતા હેકરે 995 કરોડ પાસવર્ડ લીક કર્યા છે . આ માહિતી ગુરુવારે Rockyou2024 નામના ડેટાસેટ હેઠળ બહાર પાડવામાં આવી હતી. સંશોધકોના મતે તે અત્યાર સુધીનો સૌથી મોટો પાસવર્ડ ડેટા ભંગ માનવામાં આવે છે.
“RockYou2024 લીક એ સમગ્ર વિશ્વમાં અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વાસ્તવિક-દુનિયાના પાસવર્ડ્સનું સંકલન છે. સાયબરન્યૂઝના સંશોધકોએ જણાવ્યું હતું કે હેકરના આ કૃત્યથી ઘણા પાસવર્ડ્સ જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. “હેકરો RockYou2024 પાસવર્ડ કમ્પાઇલેશનનો ઉપયોગ બ્રુટ-ફોર્સ એટેક કરવા માટે કરી શકે છે અને ડેટાસેટમાં સમાવિષ્ટ પાસવર્ડનો ઉપયોગ કરતી વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ ઑનલાઇન એકાઉન્ટ્સની અનધિકૃત ઍક્સેસ મેળવી શકે છે,” તેમ તેઓએ ઉમેર્યું હતું.
“હેકર ફોરમ્સ અને માર્કેટપ્લેસ પરના અન્ય લીક થયેલા ડેટાબેઝ સાથે મળીને, ઉદાહરણ તરીકે વપરાશકર્તાના ઇમેઇલ સરનામાં અને અન્ય ઓળખપત્રો છે તેમાં RockYou2024 ડેટા બ્રીચથી નાણાકીય છેતરપિંડી અને ઓળખની ચોરીના કાસ્કેડનું જોખમ વધારી શકે છે,” તેમ સંશોધક ટીમે જણાવ્યું હતું.
અલબત્ત, આ પહેલીવાર નથી જ્યારે Rockyou2024 પાસવર્ડ લીક થયો હોય. આ પહેલા, હેકર્સે લગભગ 8.4 બિલિયન સાદા ટેક્સ્ટ પાસવર્ડ્સ લીક કર્યા હતા, તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. લોકો ઓનલાઈન ગુનાનો શિકાર ન બને તે માટે તેમને સાયબર હાઈજીન પ્રેક્ટિસનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ વડોદરાની ગતિ શક્તિ વિદ્યાલય તથા એરબસ વચ્ચે એરોસ્પસ શિક્ષણ-સંશોધન માટે કરાર થયા