99 વર્ષીય વ્યક્તિએ લગ્નના 77 વર્ષ બાદ તેની 96 વર્ષની વૃદ્ધાને આપી દીધા છૂટાછેડા, જાણો રસપ્રદ કહાની
HD ન્યૂઝ ડેસ્ક, 13 ઓગસ્ટ, દરેક ધર્મમાં લગ્ન અલગ-અલગ રિવાજો અને પરંપરાઓ સાથે થાય છે. પરંતુ આ સમય દરમિયાન, પતિ-પત્ની વચ્ચે કરવામાં આવેલા વચનો સમાન હોય છે, જેમ કે તેઓ એકબીજાથી ક્યારેય કશું છુપાવશે નહીં. આવી સ્થિતિમાં, જ્યારે સંબંધમાં એક પાર્ટનર આ એક વચન નિભાવી શકતો નથી, તો તે બીજા પાર્ટનર માટે વિશ્વાસઘાત સમાન છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇટાલીના રહેવાસી 99 વર્ષીય એન્ટોનિયોએ પોતાની 96 વર્ષની પત્નીને લગ્નના 77 વર્ષ પછી માત્ર એટલા માટે છૂટાછેડા આપી દીધા કારણ કે તેમને 60 વર્ષ પહેલા પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું.
ભારતીય સમાજમાં લગ્ન બે લોકોના જીવનનું અતૂટ બંધન છે. દરેકના વ્યક્તિના જીવનમાં પારિવારિક જીવનનું વિશેષ મહત્ત્વ હોય છે. અને પારિવારિક જીવન આગળ વધારવા માટે લગ્નના બંધનમાં બંધાય છે. લગ્નમાં નાના મોટી વાતમાં ઝગડો થવો તકરાર થવી એ સામાન્ય વાત છે. પરંતુ ક્યારેક વિશ્વાસ તૂટી જતાં છૂટાછેડા પણ થતાં હોય છે તેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇટાલીના રહેવાસી 99 વર્ષીય એન્ટોનિયોએ પોતાની 96 વર્ષની પત્નીને લગ્નના 77 વર્ષ પછી માત્ર એટલા માટે છૂટાછેડા આપી દીધા હતા. આ છૂટાછેડા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.
લગ્નના દાયકાઓ પછી જ્યારે તમને ખબર પડે કે તમારા જીવનસાથી તેના જીવનના એક મહત્વપૂર્ણ પાસાને તમારાથી છુપાવીને તમને દરરોજ મળી રહ્યા છે ત્યારે તે આંચકાથી ઓછું નથી. એમાં કોઈ શંકા નથી કે લગ્નજીવનને સફળ બનાવવા માટે લોકો ક્યારેક એકબીજાને માફ કરી દે છે. તમારા પાર્ટનર દ્વારા છેતરાયા પછી પણ તમે તમારા સંબંધને બીજી તક આપો છો. પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે એક વખત લગ્નજીવનમાંનો વિશ્વાસ તૂટી જાય પછી સંબંધ જેવો રહેતો નથી. જે વ્યક્તિ સંબંધમાં એકવાર છેતરપિંડી કરે છે તે હંમેશા માટે શંકાના દાયરામાં આવે છે.
ક્રિસમસના થોડા સમય પહેલા મળેલા 1940ના પ્રેમ પત્ર દ્વારા આ વાત બહાર આવી હતી જેમાં તેની પત્નીનું નામ રોઝા સી લખવામાં આવ્યું હતું. તેણે આ પત્ર તેના ભૂતકાળના પ્રેમી માટે લખ્યો હતો. તાજેતરમાં, જ્યારે આ સ્ટોરી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ FactsDaily પર એક પોસ્ટમાં શેર કરવામાં આવી હતી, ત્યારે ઘણા લોકોએ એન્ટોનિયોના નિર્ણય પર આંગળી ચીંધી હતી અને તેને પાગલ કહ્યો હતો.
આ પણ વાંચો..માતાએ ભીંડાનું શાક બનાવતા કપૂત દીકરાએ કરી દીધી હત્યા, હવે કોર્ટે..