ગુજરાત

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે રાજ્યભરમાં 18 જૂન સુધી 99 ટ્રેનો રદ

Text To Speech

બિપોરજોય વવાઝોડું ગઈ કાલે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક ત્રાટક્યું હતું.જેના કારણે અનેક જગ્યાએ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટમાં આ વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. ત્યારે હવે આ વાવાઝોડું વિનાશ વેરતું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. રેલવેએ 99 ટ્રેનોને 18 જૂન સુધી રદ કરી દીધી છે.

99 ટ્રેનો રદ 39 ટ્રેનના રુટમાં ફેરફાર કરાયો

બિપરજોય વવાઝોડાને કારણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે અસર થઈ છે. જેના કારણે વવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થતી, ઉપડતી અથવા સમાપ્ત થતી લગભગ 99 ટ્રેન રદ અથવા ટૂંકાવાઈ દેવામા આવી છે. ચક્રવાતના કારણે અત્યાર સુધીમાં 99 ટ્રેનો રદ કરી છે. જ્યારે 39 ટ્રેનોને તેમના ડેસ્ટીનેશન સ્ટેશનથી પહેલા રોકી દેવામાં આવી છે.

પશ્ચિમ રેલવેએ આપી માહિતી

પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ 23 ટ્રેનને સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે જ્યારે ત્રણ ટ્રેનને એના નિર્ધારીત અંતરથી ટૂંકાવી દેવાઈ છે, લાંબા અંતરની કુલ 99 ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. જેથી 18 જુન સુધી અસરગ્રસ્ત વિસ્તારમાંથી કોઈ ટ્રેન ઉપડશે નહીં અને આવશે પણ નહીં.રેલવેના જણાવ્યા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લેતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

 આ પણ વાંચો : ઉત્તર ગુજરાત પર વધ્યો બિપરજોયનો ખતરો, આજે અતિભારે વરસાદની આગાહી

Back to top button