USમાં ગેરકાયદેસર પ્રવેશ કરતાં 97 હજાર ભારતીયોની કરાઈ ધરપકડ
વોશિંગ્ટન : US બોર્ડર સિક્યોરિટી એજન્સીએ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા ભારતીય નાગરિકોના ડેટા જાહેર કર્યા છે. ડેટા મુજબ ઑક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે ગેરકાયદેસર રીતે USમાં પ્રવેશ કરતી વખતે રેકોર્ડ 96,917 ભારતીયોની ધરપકડ કરાઇ હતી. આ આંકડા US કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (UCBP) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. આંકડાઓ વિશે માહિતી આપતા, એવું કહેવામાં આવ્યું હતું કે ગેરકાયદેસર રીતે અમેરિકા સરહદ પાર કરતી વખતે પકડાયેલા ભારતીયોની સંખ્યામાં છેલ્લા વર્ષોમાં પાંચ ગણો વધારો જોવા મળ્યો છે.
Our national security is at risk because of Biden’s failed border policy. It’s time to fix it. pic.twitter.com/G2WxmK8BwC
— Sen. James Lankford (@SenatorLankford) November 3, 2023
એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 2019-20માં આ ગુના માટે 19,883 ભારતીયોની ધરપકડ કરાઈ હતી. વર્ષ 2020-21માં આ સંખ્યા વધીને 30,662 અને વર્ષ 2021-22માં 63,927 થઈ ગઈ. આ વર્ષે ઑક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે ધરપકડ કરાયેલા 96,917 ભારતીયોમાંથી 30,010 કેનેડાની સરહદે અને 41,770 મેક્સિકન બોર્ડર પર પકડાયા હતા. માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2023 માં, 84,000 ભારતીય પુખ્ત વયના લોકોની ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં 730 સગીર સગીરોનો પણ સમાવેશ થાય છે.
યુએસ ફેડરલ સરકારનું નાણાકીય વર્ષ 1 ઑક્ટોબરથી 30 સપ્ટેમ્બર સુધી ચાલે છે. દરમિયાન, સેનેટર જેમ્સ લેન્કફોર્ડે ગુરુવારે સેનેટમાં જણાવ્યું હતું કે આ લોકો ફ્રાન્સ જેવા દેશો સહિત મેક્સિકોના નજીકના એરપોર્ટ સુધી પહોંચવા માટે લગભગ ચાર ફ્લાઇટ્સ લે છે. પછી ઘણી ટોળકી તેમને ભાડાની બસમાં બોર્ડર પર લઈ જાય છે. જ્યાંથી તેઓ સરહદ ઓળંગવાનો પ્રયાસ કરે છે.
લેન્કફોર્ડે કહ્યું કે મોટાભાગના ભારતીય નાગરિકો પકડાયા બાદ પોતાના દેશમાં ખતરાની વાત કરી છે. તેમણે સેનેટને જણાવ્યું કે, આ વર્ષે અત્યાર સુધી અમેરિકાની દક્ષિણ સરહદ ઓળંગીને 45 હજાર જેટલા લોકો આવ્યા છે. ભારતીયોઓએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા માટે વિવિધ ટોળકીઓને પૈસા આપ્યા છે અને પકડાઈ જતા કહ્યું કે, અમારા દેશમાં અમને ખતરો છે.
આ પણ વાંચો: અમેરિકાએ ચાલુ વર્ષે 10 લાખ ભારતીયોને વિઝા આપ્યા