- પ્લેન પકડાઈ જતા દેશના અને ગુજરાતના કબૂતરબાજોમાં ફફડાટ
- દેશની એજન્સીઓ સાથે રાજ્યની એજન્સીઓ પણ આ મુદ્દે તપાસ શરૂ કરી
- વિઝા અપાવવા માટે ડુપ્લિકેટ માર્કશીટ બનાવવા મામલે ગુનો દાખલ
માનવતસ્કરીની શંકાના પગલે ફ્રાન્સે રોકેલા પ્લેનમાં 260 ભારતીયોમાંથી 96 ગુજરાતી છે. યુએઈથી નિકારાગુઆ પહોંચાડવાના હતા, ત્યાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરવાની હતી. તાજેતરમાં પકડાયેલા વિઝા એજન્ટ અને ફ્રાન્સમાં અટકાવેલા પ્લેન વચ્ચે કનેક્શનની તપાસ શરૂ થઇ છે. તેમજ પોલીસે એજન્ટોના ત્યાં તપાસ કરતા એમએસ યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટો પણ મળી આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વધી, માઉન્ટ આબુ જતા પ્રવાસીઓ માટે ખાસ સમાચાર
પ્લેન પકડાઈ જતા દેશના અને ગુજરાતના કબૂતરબાજોમાં ફફડાટ
ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર ઝડપાયેલું ખાનગી કંપનીનું પ્લેન દૂબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. નિકારાગુઆથી જમીનમાર્ગે મેક્સિકો પહોંચી ત્યાંથી અમેરિકાની સરહદમાં ઘૂસણખોરી કરાવવાનો પ્લાન હતો. જો કે, ફયુઅલની જરૂર પડતા પાઈલટએ પ્લેન ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર રોકતા ઓથોરિટીને શંકા જતા તપાસ કરી હતી. તપાસમાં મળેલી વિગત મુજબ ગેરકાયદે પેસેન્જરો ભરીને જઈ રહેલું પ્લેન ઉત્તર અને દક્ષિણ અમેરિકાને જોડતી સાંકડી દરિયાઈ પટ્ટી પર વસેલા દેશ નિકારાગુઆ જઈ રહ્યું છે. નિકારાગૂઆથી ગેરકાયદેસર પેસેન્જરોને મેકસીકો બોર્ડર પર છોડવાનું આયોજન એજન્ટોનું હતું. જો કે, ફ્રાન્સ એરપોર્ટ પર પ્લેન પકડાઈ જતા દેશના અને ગુજરાતના કબૂતરબાજોમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો: ગુજરાતની આ કંપનીઓ તેમની ઓફિસ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સ્થળાંતરિત કરશે!
વિઝા અપાવવા માટે ડુપ્લિકેટ માર્કશીટ બનાવવા મામલે ગુનો દાખલ
તાજેતરમાં સીઆઈડી ક્રાઈમે ગાંધીનગરના એજન્ટ અંકિત પટેલ અને તેના મેનેજર વિશાલ શાહ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે અંકિત અને વિશાલ વિરૂદ્ધ વિદેશના વિઝા અપાવવા માટે ડુપ્લિકેટ માર્કશીટ બનાવવા મામલે ગુનો દાખલ કર્યો છે. ફ્રાન્સમાં ઝડપાયેલી ખાનગી કંપનીની ફલાઈટમાંથી મળેલા 96 ગુજરાતીઓ સાથે સીઆઈડી ક્રાઈમે ઝડપેલા એજન્ટોના કનેકશન અંગે તપાસ થશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
દેશની એજન્સીઓ સાથે રાજ્યની એજન્સીઓ પણ આ મુદ્દે તપાસ શરૂ કરી
ગેરકાયદેસર વિઝા રેકેટની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમના આગળ વધે તે પહેલા ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર પેટ્રોલ પુરાવવા માટે રોકાયેલી ખાનગી કંપનીની ફલાઈટમાં માનવ તસ્કરી થઈ રહ્યાની શંકાને પગલે ફ્રાન્સ ઓથોરિટીએ પ્લેનને રોકીને તપાસ હાથ ધરી હતી. ફ્રાન્સ ઓથોરિટીથી આવેલી માહિતી મુજબ પ્લેનમાં 303 પેસન્જરમાંથી 260 ભારતીયો અને તેમાં 96 ગુજરાતી હોવાની વિગતો ખુલી છે. આ માહિતીને પગલે દેશની એજન્સીઓ સાથે રાજ્યની એજન્સીઓ પણ આ મુદ્દે તપાસ શરૂ કરી છે.