અમદાવાદગુજરાત

અમદાવાદમાં એક વર્ષમાં ઈમ્પેક્ટ ફીની 9500 અરજી મંજૂર, 28463 અરજીઓ પેન્ડિંગ

Text To Speech

અમદાવાદ, 5 માર્ચ 2024, ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે રાજ્ય સરકારે ઈમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કર્યો છે. અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફી મુદ્દે લોકો દ્વારા અરજી કરવામાં આવે છે. જેમાં બિલ્ડિંગના પ્લાન-સ્કેચ, લિફ્ટ-ફાયર, સોસાયટી, હાઇવે લાઈન, ઓએનજીસી વિગેરેની NOC, બાંધકામના પૂરતા પુરાવા રજૂ ન કરવા તેમજ ઓનલાઈન પોર્ટલ ઉપર જરૂરી પુરાવા અને દસ્તાવેજ અપલોડ કરવામાં આવતા નથી. જેના કારણે ઇમ્પેક્ટ ફીની કામગીરી ઝડપી બનતી નથી.

12 હજારથી વધુ અરજીઓનો કાયમી નિકાલ કરાયો
AMCના વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, હાલ ઈમ્પેક્ટ ફી અંતર્ગત સમગ્ર શહેરમાં 4 લાખ જેટલા ગેરકાયદેસર બાંધકામો માંથી માત્ર 50480 અરજીઓ આવેલ છે તે પૈકી હાલ 28463 જેટલી અરજીઓનો નિકાલ હજુ બાકી છે તેમ છતાં એસ્ટેટ/ટી.ડી.ઓ ખાતું નિષ્ક્રિય છે.AMCના ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઇમ્પેક્ટ ફીમાં 50 હજારથી વધુ અરજીઓ આવી હતી. જેમાં 9,500થી વધુ અરજીઓને ઇમ્પેક્ટ ફી ભરીને મંજૂરી આપી દેવામાં આવી છે. 12 હજારથી વધુ અરજીઓનો કાયમી નિકાલ કરી દેવામાં આવ્યો છે. ખૂટતા પુરાવાઓ અને અન્ય કારણોસર 28,400થી વધુ ઇમ્પેક્ટ ફીની અરજીઓ હજી સુધી નિકાલ થઈ શક્યો નથી. લોકો પૂરતા પુરાવા પ્લાન અને અન્ય જરૂરી દસ્તાવેજો જમા ન કરાવતા હોવાના કારણે ઇમ્પેક્ટ ફીનો નિકાલ થઈ શકતો નથી.

28463 કેસ હજી સુધી પેન્ડિંગ
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022માં ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ AMCમાં કુલ 50480 અરજીઓ આવેલી છે. જેમાં 9547 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. 12470 અરજીઓને ઈમ્પેક્ટ ફીમાં લાગુ ન પડતી હોવાને લઈ તેનો નિકાલ કરવામાં આવ્યો છે. 28463 જેટલા કેસોનો હજી સુધી પેન્ડિંગ છે. સૌથી વધુ અરજીઓ ઇમ્પેક્ટ ફી માટે જરૂરી પ્લાન અને કેસ્કેચ રજૂ ન કર્યા હોય તેવી 15767 અને ઓનલાઇન પોર્ટલ ઉપર પુરાવા અપલોડ ન કર્યા હોય તેવા 15125 અરજીઓ બાકી છે.

આ પણ વાંચોઃવીજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા ખેડૂતોને નુકસાન થાય તો 200% લેખે વળતર ચૂકવાશે

Back to top button