ગુજરાતટોપ ન્યૂઝ

જામનગરમાં વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય માટે દક્ષિણ આફ્રિકાના મોરાક્કોથી વિમાન મારફતે 95 પ્રાણીને લાવવામાં આવ્યાં

Text To Speech

જામનગરઃ વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય માટે બુધવારે મોડી રાત્રે વિમાનથી દક્ષિણ આફ્રિકાના મોરાક્કોથી અલગ-અલગ 95 પ્રાણીઓને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યાં હતા. ત્યારબાદ પ્રાણીઓને વિશેષ વ્યવસ્થા દ્વારા જામનગર પહોંચાડવામાં આવ્યાં છે.

95 પ્રાણીઓ લાવવામાં આવ્યાં
જામનગરના આંગણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ગ્રીન્સ ઝુલોજિકલ’, ‘રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ના નામે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ માટે બુધવારે 10:30 કલાકે રશિયન કાર્ગો વિમાનથી દક્ષિણ આફ્રિકાના મોરાક્કોથી અલગ-અલગ 95 પ્રાણીઓને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યાં હતાં. જેમાં વાઘ, જંગલી બિલાડી સહિત શાહુડીનો સમાવેશ થાય છે.

લોકડાઉનને કારણે પ્રોજેક્ટમાં વિલંબ
આ પ્રાણીઓને વિશેષ વ્યવસ્થા સાથે જામનગર પહોંચાડવામાં આવ્યા છે. આગામી સમયમાં અન્ય પ્રાણીઓ પણ લાવવામાં આવશે. મહત્વનું છે કે, આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. કોરોના અને લોકડાઉનના કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. પણ હાલ ઝડપથી કામ પૂરું કરવા તેની કામગીરી અંતિમ તબક્કામાં છે.

રેસ્ક્યૂ સેન્ટર પણ બનાવાયું
જામનગરનું રેસ્ક્યૂ સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે. આ સંગ્રહાલય આમ જનતા માટે ખૂલ્લુ નહીં રહે. આઆરઆઇ એલની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. તે ઇજાગ્રસ્ત કે માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજ્ય સરકારના વનવિભાગને સહાય કરવા માટે બનાવવામાં આવ્યું છે.

કેટલા-કયા પ્રાણીઓ આવ્યા

  • 27 વાઘ
  • 10 રીંછ
  • 10 ચિત્તા
  • 10 શાહુડી
  • 10 જગુઆરેંડી
  • 10 લિંક્સ
  • 04 ટેમાનાડોસ
  • 03 ઓકેલોટ
  • 10 અમેરિકન મોટી બિલાડી

વિશેષ વ્યવસ્થા સાથે લવાયા
પ્રાણીઓને મુશ્કેલીઓ સર્જાય તે માટે વિધાનમાં એક ખાસ પ્રકારના એસીનું ટેમ્પરેચર જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ તમામ પ્રાણીઓને ફ્લાઈટમાં ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દિવસ દરમ્યાન ગરમીનો સામનો કરવો પડે તેમજ એરપોર્ટ પર અન્ય વિમાન અને અડચણ ઉભી ન થાય તે માટે કાગી વિમાનને જેટલા ટ્રેલર ફ્લાઇટ ની આસપાસ ગોઠવવામાં આવ્યા હતા.

Back to top button