ChatGPTની મદદથી એક્ઝામના ત્રણ દિવસ પહેલા વાંચી મેળવ્યા 94%
- દરેક બાળક જાણી લે AIથી અભ્યાસની સ્માર્ટ રીત.
- એક વિદ્યાર્થીએ એક્ઝામના ત્રણ દિવસ પહેલા અભ્યાસ શરૂ કર્યો.
- કોઇ પણ વ્યક્તિ AIની મદદથી પોતાનું નોલેજ વધારી શકે છે.
ચેટ જીપીટીને લઇને તમે અત્યાર સુધી ઘણા સમાચાર સાંભળ્યા હશે, કેટલાક સારા પણ હશે, કેટલાક ખરાબ પણ. જોકે આ સમાચાર ખરેખર ચોંકાવનારા છે. એક વિદ્યાર્થીએ એક્ઝામના ત્રણ દિવસ પહેલા આ ચેટબોટથી અભ્યાસ શરૂ કર્યો અને એક્ઝામમાં 94 ટકા માર્ક્સ મેળવ્યા. તમે પણ AIની મદદથી તમારુ નોલેજ બહેતર બનાવી શકો છો.
રેડ્ડિટ પર એક યુઝરે ચેટ જીપીટી સાથે જોડાયેલો પોતાનો અનુભવ શેર કર્યો છે. વિદ્યાર્થીએ જણાવ્યુ કે કોઇ પરેશાનીના કારણે તે સ્કુલમાં લેક્ચર એટેન્ડ ન કરી શક્યો. ત્યારબાદ તેણે ચેટ જીપીટીની સહાયતા લીધી અને તેની મદદથી એક્ઝામની તૈયારી શરૂ કરી. રેડ્ડિટ પર વિદ્યાર્થીએ જણાવ્યુ કે તેણે 12 અઠવાડિયામાં રોજ 3-4 કલાક થતા અભ્યાસને માત્ર 72 કલાકમાં કવર કરી લીધો.
જાણો કેવી રીતે યુઝ કર્યુ AI ટુલ
ચેટ જીપીટી એક AI ટુલ છે, જેની મદદથી તમે કોઇ પણ સવાલનો જવાબ સેકન્ડોમાં મેળવી શકો છો. આ વિદ્યાર્થીએ પોતાના કોર્સની નોટ્સને ચેટ જીપીટી પર નાંખી અને ઇમ્પોર્ટન્ટ પોઇનટને હાઇલાઇટ કરવા કહ્યુ, કેમકે કોર્સની નોટ્સ ખુબ લાંબી હતી. વિદ્યાર્થીએ પહેલા તો એક ટુલની મદદથી આ નોટ્સ ટુંકી કરી. તેણે paraphrasing ટુલની મદદથી પોતાની નોટ્સને summaryમાં બદલી અને પછી તેને ચેટ જીપીટી પર નાંખી અને મુખ્ય પોઇન્ટ્સ બતાવવા કહ્યુ. કેમકે ચેટબોટ ટેક્સ્ટને સારી રીતે સમજી શકે છે. તેથી ચેટબોટે ખુબ જ ઓછા શબ્દોમાં વિદ્યાર્થીને મેઇન પોઇન્ટ્સ અને કોર્સની હાઇલાઇટ જણાવી. બીજા દિવસે વિદ્યાર્થીએ આ ચેટબોટને દરેક લેક્ચરના મેઇન પોઇન્ટ્સને બતાવવા કહ્યુ અને આ રીતે એક્ઝામ આપી. એક્ઝામના ત્રણ દિવસ પહેલા આ વિદ્યાર્થીએ લગભગ 3-4 કલાક અભ્યાસ કર્યો અને એક્ઝામ પાસ કરી લીધી અને 94 ટકા માર્ક્સ મેળવ્યા.
આ પણ વાંચોઃ શાહરૂખ ખાન, યોગી આદિત્યનાથથી લઈને કોંગ્રેસના નેતાઓ સુધી, જાણો કોણે પોતાનું ટ્વિટર બ્લુ ટિક ગુમાવ્યું