93 વર્ષીય રૂપર્ટ મર્ડોક પાંચમી વખત બન્યા વરરાજા! જાણો કોણ છે નવવધૂ?
- રુપર્ટ મર્ડોકે પ્રથમ લગ્ન 1956માં પેટ્રિશિયા બુકર સાથે કર્યા, જેના અગિયાર વર્ષ બાદ 1967માં બંને અલગ થઈ ગયા
ન્યુયોર્ક, 3 જૂન: મીડિયા ટાયકૂન રૂપર્ટ મર્ડોકે વર્ષની ઉંમરે પાંચમી વખત વરરાજા બન્યા છે. રુપર્ટ મર્ડોકે 67 વર્ષીય રશિયન ગર્લફ્રેન્ડ એલેના ઝુકોવા(Elena Zhukova) સાથે લગ્ન કર્યા છે. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એલેના તેના અદભૂત સફેદ ગાઉનમાં તેના હાથમાં સફેદ ફૂલોનો ગુલદસ્તા સાથે જોવા મળે છે. આ દરમિયાન, મર્ડોકે સ્નીકર્સ સાથે ડાર્ક સૂટ પહેર્યું હતું. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, લગ્ન શનિવારે મર્ડોકના વાઈનયાર્ડમાં થયા હતા. આ કપલ ગયા વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યું હતું. મર્ડોક એલેના ઝુકોવાને તેની ત્રીજી પત્ની વેન્ડી ડેંગ મારફતે મળ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે, રુપર્ટ મર્ડોકે પ્રથમ લગ્ન 1956માં પેટ્રિશિયા બુકર(Patricia Booker) સાથે કર્યા હતા. આ લગ્ન સફળ ન રહ્યા અને 1967 માં અગિયાર વર્ષ પછી દંપતી અલગ થઈ ગયું હતું.
લગ્ન સમારોહમાં કોણ કોણ હાજર રહ્યું?
લગ્ન સમારોહમાં ન્યૂ ઈંગ્લેન્ડ પેટ્રિયોટ્સના માલિક રોબર્ટ કે. ક્રાફ્ટ અને ન્યૂઝ કોર્પના CEO રોબર્ટ થોમસન પણ હાજર રહ્યા હતા. એનવાયટી અનુસાર, એલેના એક નિવૃત્ત મોલેક્યુલર બાયોલોજીસ્ટ છે જે 1991માં મોસ્કોથી USમાં સ્થળાંતરિત થઈ હતી. અગાઉ તેણીએ અબજોપતિ ઊર્જા રોકાણકાર એલેક્ઝાન્ડર ઝુકોવ સાથે લગ્ન કર્યા હતા.
રૂપર્ટ મર્ડોકના અગાઉના લગ્નો
રુપર્ટ મર્ડોકે પ્રથમ લગ્ન 1956માં પેટ્રિશિયા બુકર સાથે કર્યા હતા. લગ્ન સફળ ન થયા અને 1967માં અગિયાર વર્ષ પછી દંપતી અલગ થઈ ગયું. તેમને એક બાળક છે. તે જ વર્ષે, મર્ડોકે તેની બીજી પત્ની, અન્ના મારિયા ટોર્વ(Anna Maria dePeyster) સાથે લગ્ન કર્યા. બંનેને ત્રણ બાળકો હતા. લગ્નના ત્રણ દાયકાથી વધુ સમય પછી તેઓએ 1999માં છૂટાછેડા લીધા હતા. તેમણે તે જ વર્ષે ડેંગ(Wendi Deng) સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2013માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તેને બે બાળકો પણ છે. મર્ડોકના ચોથા લગ્ન અભિનેત્રી અને મોડેલ જેરી હોલ(Jerry Hall) સાથે થયા હતા. જે છ વર્ષ પછી 2022માં છૂટાછેડામાં સમાપ્ત થયા હતા.
આ પણ જુઓ: વિરાટ કોહલી માટે અમેરિકાએ ગોઠવી કડક સુરક્ષા, કોઈને ના ફરકવા દીધા નજીક, જૂઓ વીડિયો