નેશનલ

મુંબઈ એરપોર્ટ ઉપરથી ઝડપાયું રૂ.4.62 કરોડનું 9000 ગ્રામ સોનુ, UAE ના શખસની ધરપકડ

Text To Speech
  • મુંબઈ કસ્ટમ એરપોર્ટના અધિકારીઓની કાર્યવાહી
  • 24 કેરેટના બિસ્કીટ જપ્ત કરવામાં આવ્યા
  • કોને આપવાનું હતું સોનુ તે અંગે તપાસ શરૂ

કસ્ટમ વિભાગે મુંબઈ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે. મળતી માહિતી મુજબ, મુંબઈ કસ્ટમ એરપોર્ટના અધિકારીઓએ આ કાર્યવાહી કરી હતી. તેઓને બાતમી મળી હતી કે દુબઈથી મુંબઈ આવી રહેલ એક મુસાફર પોતાની સાથે મોટી માત્રામાં સોનું લઈને જઈ રહ્યો છે. એક સૂચનાના આધારે, મુંબઈ કસ્ટમ્સ એરપોર્ટના અધિકારીઓએ દાણચોરની ધરપકડ કરી હતી.

ઝડપાયેલા શખસની પુછપરછ

અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિ યુએઈનો રહેવાસી છે. તેની પાસેથી 9000 ગ્રામ વજનના 24 કેરેટ સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. જેની કિંમત 4.62 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. મુંબઈ કસ્ટમ્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે પકડાયેલા દાણચોરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

1.18 કરોડની છેતરપિંડી કરનાર બે આરોપીની મુંબઈમાંથી ધરપકડ

ગુજરાતના હીરાના વેપારીને રૂ. 1.18 કરોડની છેતરપિંડી કરવા બદલ મુંબઈમાંથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે મુંબઈ પોલીસ સાથે સંકલન કરીને શનિવારે પશ્ચિમ ઉપનગરોમાં કાંદિવલી અને મધ્ય મુંબઈના લાલબાગ વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. બંનેએ ફેબ્રુઆરીમાં હીરા ખરીદવા માટે સુરતના હીરાના વેપારીનો સંપર્ક કર્યો હતો. એક આરોપીએ ફરિયાદીને વાતચીતમાં જોડ્યા જ્યારે બીજાએ રૂ. 1.18 કરોડની કિંમતના અસલી હીરાની જગ્યાએ નકલી હીરા લગાવ્યા હતા.

Back to top button