ટોપ ન્યૂઝવર્લ્ડ

રફાહમાં મે મહિનાથી અત્યાર સુધીમાં 900 આતંકવાદીઓ ઠાર

Text To Speech
  • ઇઝરાયેલના સૈન્ય વડા હરજી હલેવીએ આપી માહિતી
  • રફાહમાં આક્રમણ થોડા અઠવાડિયામાં પૂર્ણ કરાશે

જેરુસલેમ, 03 જુલાઈ : ઈઝરાયેલે મે મહિનામાં ગાઝાના દક્ષિણી વિસ્તાર રફાહમાં જમીની હુમલો કર્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 900 આતંકવાદીઓ માર્યા ગયા છે. ઇઝરાયેલના સૈન્ય વડા હરજી હલેવીએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જાનહાનિમાં એક બટાલિયન કમાન્ડર, ઘણા કંપની કમાન્ડર અને કેટલાક ઓપરેટિવ પણ સામેલ છે. હલેવીએ વધુમાં કહ્યું કે રફાહમાં આક્રમણ થોડા અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો : કોંગ્રેસ દેશની પ્રગતિ રોકી રહી છે, તેને જવાબ મળશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

“હવે પ્રયાસ રફાહના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનો”

હર્ઝી હલેવીએ કહ્યું કે, “હવે પ્રયાસ રફાહના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનો છે, જેમાં થોડો સમય લાગશે. આ ઝુંબેશ વધુ લાંબી છે, કારણ કે અમે રફાહને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ કર્યા વિના છોડવા માંગતા નથી.” રફાહ એ સ્થાનો પૈકીનું એક હતું જ્યાં ઇઝરાયેલના ગ્રાઉન્ડ આક્રમણની શરૂઆત પહેલાં પેલેસ્ટિનિયનોએ બોમ્બમારાથી બચવા માટે આશ્રય લીધો હતો. લગભગ 1.4 મિલિયન પેલેસ્ટિનિયનોએ રફાહમાં આશરો લીધો હતો.

ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં અત્યાર સુધીમાં લગભગ 40 હજાર લોકોના મૃત્યુ

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબરથી ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ શરૂ થયાને આઠ મહિના થઈ ગયા છે, પરંતુ તેમ છતાં યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. 7 ઓક્ટોબરની સવારે, હમાસ દ્વારા ઇઝરાયેલના શહેરો પર લગભગ 5,000 રોકેટ છોડવામાં આવ્યા હતા. જે બાદ બંને પક્ષો વચ્ચે યુદ્ધ ચાલુ થયું છે. ઈઝરાયેલે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વચન આપ્યું છે કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી તેઓ યુદ્ધવિરામનો અંત નહીં કરે. હમાસના આ હુમલા બાદથી ઈઝરાયેલી દળો ગાઝા પર સતત હુમલા કરી રહ્યા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 40 હજાર લોકોના મૃત્યુ થયા છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીના નિવાસસ્થાનની સુરક્ષા વધારાઈ, હિન્દુ સંગઠનો દ્વારા હુમલાનો ખતરો

Back to top button