90 વર્ષની ઉંમરના વૈજયંતીમાલાએ રામ મંદિરમાં કર્યું ભરતનાટ્યમ, ચારેબાજુ પ્રશંસા
- કોંગ્રેસના પૂર્વ સાંસદ અને જાણીતા અભિનેત્રી વૈજયંતીમાલાએ પણ પણ રાગ સેવામાં ભાગ લીધો છે, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમની ઉંમર હાલમાં 90 વર્ષ છે
અયોધ્યા, 1 માર્ચઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ અનેક કલાકારો ‘રાગસેવા’માં ભાગ લઈ રહ્યા છે. 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને તેના ચાર દિવસ પછી એટલે કે 26મી જાન્યુઆરીથી રામલલાની રાગ સેવા શરૂ થઈ. રામલલાના દરબારમાં 48 દિવસ સુધી રાગ સેવા ચાલશે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને જાણીતા અભિનેત્રી વૈજયંતીમાલાએ પણ પણ રાગ સેવામાં ભાગ લીધો છે, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમની ઉંમર હાલમાં 90 વર્ષ છે. આ ઉંમરે તેમણે કરેલો ડાન્સ વીડિયો જોઈને લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
અભિનેત્રી વૈજયંતીમાલાનો ડાન્સ વીડિયો વાયરલ
90 વર્ષના અભિનેત્રી વૈજયંતીમાલાએ રામ લલ્લાના મંદિરમાં રાગ સેવા આપી હતી. તેમણે મંદિરમાં ભરતનાટ્યમ નૃત્ય કર્યું. તેમને આ ઉંમરે ડાન્સ કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જાણીતી ગાયિકા માલિની અવસ્થીએ શેર કર્યો વીડિયો
પ્રખ્યાત ગાયિકા માલિની અવસ્થીએ વીડિયો શેર કરીને લખ્યું છે કે આપણા ત્યાં કળાને ભક્તિનું સર્વોચ્ચ સ્થાન માનવામાં આવે છે, વૈજયંતીમાલાજીને જોયા પછી આ વાત સાચી લાગી રહી છે. રામલલાની રાગસેવા માટે અયોધ્યા આવેલા વૈજયંતીમાલાજીને 90 વર્ષની ઉંમરે નૃત્ય કરતાં જોયા પછી મને આ જ લાગ્યું, આ ભારતીય કલાનો આધ્યાત્મિક આનંદ છે, મોક્ષની સાધના છે, આ સાધનાની જય હો, આ આનંદની જય હો.
જૂઓ વીડિયો અહીં-
View this post on Instagram
રામ મંદિરના ઓફિશિલ X હેન્ડલ પરથી પણ વૈજયંતીમાલાના ઘણા ફોટો શેર કરવામાં આવ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે કોણ નેતા હતા, જેને લાગતું હતું કે રામ કાલ્પનિક હતા. આ કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. અયોધ્યામાં પ્રભુ રામને ભરતનાટ્યમ સમર્પિત કરી રહી છે. ઉંમર જાણો છો? 90 વર્ષ, નામ છે વૈજયંતીમાલા.
આ પણ વાંચોઃ અનંત અંબાણીની પ્રી-વેડિંગ ઈવેન્ટ્સ શરૂઃ મુકેશ અને નીતા કરશે ‘પ્યાર હુઆ…’ ગીત પર ડાન્સ