ટ્રેન્ડિંગધર્મવર્લ્ડવીડિયો સ્ટોરી

USના ટેક્સાસમાં ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી, જૂઓ વીડિયો

Text To Speech
  • ભગવાન હનુમાનની આ પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ નામ આપવામાં આવ્યું

હ્યુસ્ટન, 20 ઓગસ્ટ: અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં રવિવારે ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભગવાન હનુમાનની આ પ્રતિમાને પણ પવિત્ર કરવામાં આવી હતી. આ અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા હોવાનું કહેવાય રહ્યું છે. ભગવાન રામ અને માતા સીતાના પુનઃ જોડાણમાં ભગવાન હનુમાનની ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ નામ આપવામાં આવ્યું છે.

 

ટેક્સાસના હિન્દુ મંદિરમાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવી

આ પ્રતિમાને ટેક્સાસના સુગર લેન્ડ વિસ્તારમાં સ્થિત અષ્ટલક્ષ્મી મંદિરના પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે. હનુમાનજીની પ્રતિમા બનાવવા અને મંદિરમાં સ્થાપિત કરવા પાછળ ચિન્નાજીયાર સ્વામીજીનું માર્ગદર્શન હતું. સ્ટેચ્યુ ઓફ ધ યુનિયન વેબસાઈટ અનુસાર, આ પ્રતિમા યુનાઈટેડ સ્ટેટ્સની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. ટેક્સાસની પ્રતિમા ભગવાન હનુમાનની ટોચની 10 સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક હોવાનું પણ કહેવાય છે.

હેલિકોપ્ટરમાંથી કરવામાં આવી પુષ્પવર્ષા 

પ્રતિમાના અભિષેક દરમિયાન હેલિકોપ્ટરમાંથી ભગવાનની પ્રતિમા પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વેબસાઈટ અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિયનને આધ્યાત્મિકતાનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ છે, જ્યાં મનને શાંતિ મળે અને આત્માઓને નિર્વાણના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે. US સ્થિત હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને એક નિવેદનમાં કહ્યું કે ‘ભગવાન હનુમાન ભગવાન રામની સેવા દરમિયાન ઘણી અજોડ ક્ષમતાઓ દર્શાવે છે, જેમાં ઝડપ, શક્તિ, હિંમત અને બુદ્ધિનો સમાવેશ થાય છે. બંને વચ્ચેની મિત્રતા ખૂબ જ ઊંડી છે અને ભગવાન હનુમાનને ભગવાન રામ પ્રત્યે ઊંડી ભક્તિ છે.

આ પણ જૂઓ: એલોન મસ્ક હવે મંત્રી પણ બની શકે છે, ટ્રમ્પે તેમને કેબિનેટ પદ આપવાની કરી જાહેરાત

Back to top button