અમદાવાદ, 6 માર્ચ 2024, કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરી એકવાર આ જ સ્ટેશનને 4 હજાર કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કરાયો છે. હવે આ કામગીરી શરૂ થવાની હોવાથી કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી 9 ટ્રેનો હવે સાબરમતી સ્ટેશનથી ઓપરેટ થશે. આ ઉપરાંત અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ, અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ અને અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ હવે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી ઉપડશે.
15 માર્ચથી 9 જેટલી ટ્રેનો સાબરમતી સ્ટેશનથી ઓપરેટ થશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂરી કરવાનો ટાર્ગેટ છે. ત્યારે હવે કામગીરી શરૂ થવાની છે. જેથી આગામી 15 માર્ચથી 9 જેટલી ટ્રેનો હવે સાબરમતી સ્ટેશનથી ઓપરેટ કરવામાં આવશે. તે ઉપરાંત અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ, અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ અને અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ હવે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી ઉપડશે. અમદાવાદ સ્ટેશનથી ઉપડતી સ્વર્ણ જ્યંતિ રાજધાની એક્સપ્રેસ, અમદાવાદ-લખનૌ એક્સપ્રેસ, અમદાવાદ- વારાણસી એક્સપ્રેસ, અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ, અમદાવાદ-સુલતાનપુર એક્સપ્રેસ અને અમદાવાદ- કટરા એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી ઓપરેટ કરાશે. ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડનારી ટ્રેનો હવે અમદાવાદ કે સાબરમતી સ્ટેશન પર રોકાશે નહીં પરંતુ ચાંદલોડિયા થઈને દોડશે.
કાલુપુર રેલ્વે સ્ટેશન પર 200થી વધુ ટ્રેનોનું સંચાલન થાય છે
આ ટ્રેનોમાં મુસાફરી કરનારા મુસાફરો ચાંદલોડિયાથી પણ ટ્રેનમાં બેસી શકશે. હાલમાં, કાલુપુર રેલ્વે સ્ટેશન પર 200થી વધુ ટ્રેનોનું સંચાલન થાય છે અને દિવસ દરમિયાન અમદાવાદ સ્ટેશન પરથી 100થી વધુ માલગાડીઓ પસાર થાય છે. જેના કારણે અમદાવાદ સ્ટેશને અનેક પેસેન્જર ટ્રેનોને યાર્ડમાં રોકવી પડે છે. કાલુપુર સ્ટેશન પરનો ભાર ઓછો કરવા માટે સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનને ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. અમદાવાદથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતની ટ્રેનો સાબરમતી અને ગાંધીનગર સ્ટેશનથી દોડશે. આ ફેરફારથી ટ્રેનોના નામમાં પણ ફેરફાર થશે. ઉદાહરણ તરીકે અમદાવાદ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ હવે સાબરમતી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ તરીકે ઓળખાશે. આ સ્ટેશનો પરથી ટ્રેનોની જાળવણી પણ અમદાવાદને બદલે સાબરમતી અને ગાંધીનગર ખાતે શિફ્ટ કરવામાં આવશે જેના કારણે પિટ લાઇન સહિતની જાળવણીની સુવિધાઓમાં વધારો થશે.
આ ટ્રેનોનું સંચાલન સાબરમતી અને ગાંધીનગરથી થશે
આ પણ વાંચોઃજુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો ભવ્ય આરંભ, જાણો શ્રદ્વાળુઓ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી