ટ્રેન્ડિંગનેશનલવિશેષ

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થતાં 9નાં કરુણ મૃત્યુ

Text To Speech
  • ગંભીર રીતે ઘાયલ બે મહિલાઓને બચાવી લેવાઈ છે
  • 15 દિવસની અંદર વિસ્ફોટ થવાની બીજી ઘટના બની
  • મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા છે

તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં 9 લોકો મૃત્યુ પામ્યા છે. માહિતી મળતા જ ફાયર અને રેસ્ક્યુ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વિસ્ફોટ દરમિયાન ફેક્ટરીમાં કામ કરતા કામદારો અંદર ફસાઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રેસ્ક્યુ ટીમ દ્વારા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ, પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ,  વિસ્ફોટના કારણે મૃત્યુઆંકમાં વધવાની આશંકા છે. ગંભીર રીતે ઘાયલ બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

 આ મામલે ફાયર એન્ડ રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે વિરૂધુનગર જિલ્લાના કમ્માપટ્ટી ગામ પાસે ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં રેસ્કયૂ કરીને કામદારાનો બચાવી લેવાયા છે. નોંધનીય છે કે, છેલ્લા 15 દિવસની અંદર તમિલનાડુમાં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ થવાની બીજી ઘટના બની છે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે કામદારો દિવસ-રાત કરીને ફટાકડાનું ઉત્પાદન કરી રહ્યા છે. પરંતુ કોઈપણ પ્રકારની સુરક્ષા અને સલામતીના અભાવે આવી દુર્ઘટના સર્જાતા નિર્દોષોએ જીવ ગુમાવવા પડે છે.

આ પહેલા, જુલાઈમાં થલપટ્ટી નજીક મંગુદંબટ્ટીમાં RSR ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં 3 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ગત અઠવાડિયે અરિયાલુર નજીક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં દસથી વધુ લોકો માર્યા ગયા હતા. આવી સ્થિતિમાં આજે થયેલા અકસ્માતમાં લગભગ 9 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. કારણ કે ઘણા ઘાયલોની હાલત હજુ પણ નાજુક છે.

આ પણા વાંચો: ​​​​​​તમિલનાડુના કૃષ્ણાગિરીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 8ના મોત

Back to top button