ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તરાખંડમાં પ્રવાસીઓથી ભરેલી કાર નદીમાં પડી, અત્યાર સુધીમાં 9 મૃતદેહ મળ્યા

Text To Speech

ઉત્તરાખંડના રામનગરમાં શુક્રવારે સવારે એક દર્દનાક અકસ્માત થયો. અહીં પ્રવાસીઓથી ભરેલી એક કાર નદીમાં પડી હતી. આ અકસ્માતમાં 10 લોકો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. માહિતી મળતા જ SDRF સહિત પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને 9 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે એક બાળકી અને એક મહિલાને બચાવી લેવામાં આવી છે.

ઉત્તરાખંડમાં દર્દનાક ઘટના બની

રામનગર કોટદ્વાર રોડની વચ્ચે સ્થિત કોર્બેટ નેશનલ પાર્કના ધેલા ઝોનમાં આ અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે પંજાબમાં રહેતા 11 લોકો અર્ટિગા કારમાં ઉત્તરાખંડના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા નીકળ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે તેમની કાર રામનગરની ધેલા નદી પાસે પહોંચી હતી. ભારે વરસાદના કારણે નદી ઓવરફ્લો થઈ ગઈ હતી અને પુલ ઉપરથી પાણી વહી રહ્યું હતું. તેમ છતાં ડ્રાઈવરે સાવચેતી ન રાખી અને તેજ ગતિએ પુલ ક્રોસ કરવા લાગ્યો. પરંતુ જોરદાર પ્રવાહના કારણે પ્રવાસીઓથી ભરેલી આ કાર નદીમાં ખાબકી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા 

એક પ્રત્યક્ષદર્શીએ એમ પણ જણાવ્યું કે અર્ટિગા કાર કોર્બેટ તરફ જઈ રહી હતી. તેણે લાઈટ મારીને અને હાથ હલાવીને કારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઈવર રાજી ન થયો અને કાર પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગઈ. ત્યાંથી પસાર થતા લોકોએ આ અંગે સ્થાનિક પોલીસ પ્રશાસનને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમે રાહત કાર્ય શરૂ કર્યું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જોકે થોડી જ વારમાં રેસ્ક્યુ ટીમે 22 વર્ષની છોકરી અને એક મહિલાને બચાવી લીધી હતી, જ્યારે અન્ય નવ લોકોના મૃતદેહો સ્થળથી થોડે દૂરથી મળી આવ્યા હતા.

બીજી તરફ પ્રશાસન આ નદી પર ઉંચો પુલ બનાવવાની વાત કરી રહ્યું છે. ભૂતકાળમાં પણ અહીં વરસાદ દરમિયાન આવા અકસ્માતો થયા છે.

Back to top button