ગુજરાતીમાં એક કહાવત ખુબ પ્રચલિત છે કે હાથે કરેલા હૈયે વાગે એટલે કે તમે જે પૂર્વે કર્યુ હોય તે તમારી જ સામે આવે અને આજ કાલ અફઘાનિસ્તાન મામલે પણ કઇક આવો જ ક્યાસ થઇ રહ્યો હોવાનું જોવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં આંતકના આકાઓ તાલિબાને આતંક અને બોમ્બ બ્લાસ્ટના જોરે સત્તા તો મેળવી લાધી પણ આ મેળવેલી સત્તા સામે એજ આતંકવાદ અને બોમ્બ બ્લાસ્ટ આજે ચેલેન્જ બનીને ઉભી રહી ગઇ છે.
આતંકવાદનાં જનક સમા તાલીબાન શાસિત અફઘાનમાં ફરી એક વખત આતંકી હુમલો થયો છે. અફઘાનિસ્તાનમાં બે મોટા બ્લાસ્ટ થતા આખુ અફઘાન ધણધણી ઉઠયુ છે અને પ્રાથમિક માહિતી મુજબ આ બ્લાસ્ટમાં 9 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે 13થી વધારે ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં થયેલ બંને વિસ્ફોટો જાહેર પરિવહનને નિશાન બનાવીને કરાયા હતા. પૂર્વે પણ અનેક વખત અફઘાનમાં આવા વિસ્ફોટો દ્વારા અનેક લોકોના જીવ લેવામાં આવ્યા છે.