નેશનલ

કર્ણાટકમાં ચોમાસા પહેલાં જ પડેલા વરસાદથી 9નાં મોત, ખેતરો પણ ધોવાયાં; રાજ્યની તમામ શાળા-કોલેજ બંધ

Text To Speech

કર્ણાટકમાં પ્રિ-મોન્સૂનની દસ્તકને કારણે હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાવાને કારણે કેટલીક દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સાવચેતીના ભાગરૂપે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે. તો આસામમાં પણ વરસાદ બાદ આવેલા પૂરે હાહાકાર મચાવી દીધો હતો.

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ બોમ્મઈએ બેંગ્લોરના વરસાદથી અસરગ્રસ્ત ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી.

હવામાન વિભાગે જાહેર કર્યું છે રેડ એલર્ટ
કર્ણાટકમાં વરસાદને કારણે 23 મકાનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મહેસુલ મંત્રી આર. અશોકે કહ્યું કે ચિકમંગલુર, દક્ષિણ કન્નડ, ઉડુપી, શિવમોગા, દાવણગેરે, હસન અને ઉત્તર કન્નડ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ બોમ્મઈએ બેંગ્લોરના વરસાદથી અસરગ્રસ્ત ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી.

કર્ણાટકમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે બે અને દિવસો સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ઉત્તરા કન્નડ જિલ્લામાં ભૂસ્ખલનની ચેતવણી જારી કરી છે.

વરસાદને કારણે 204 હેક્ટર ખેતી અને 431 હેક્ટર બાગાયતી પાકને નુકસાન થયું છે.

ખેતરો ધોવાયાં
વરસાદને કારણે 204 હેક્ટર ખેતી અને 431 હેક્ટર બાગાયતી પાકને નુકસાન થયું છે. આગામી દિવસોમાં વરસાદની ચેતવણીના કારણે ખેતરોમાં ઉભા પાકને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આસામમાં પણ પૂરે ભારે તબાહી સર્જી હતી
આસામમાં પૂર એવું હતું કે અનેક રેલવે સ્ટેશનોના પાટા પર કાદવ અને પાણી ભરાઈ ગયું હતું. ડિટોકચેરા રેલવે રૂટ પર ટ્રેનમાં કેટલાય મુસાફરો ફસાયા હતા. તેઓને એરલિફ્ટ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે પાટા નીચેની જમીન ધસી પડી હતી અને પાટા હવામાં ઝૂલવા લાગ્યા હતા. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડા અનુસાર આસામમાં પૂરના કારણે 9 લોકોના મોત થયા છે. રાજ્યના 27 જિલ્લાઓમાં 6.62 લાખથી વધુ લોકો પૂરથી અસરગગ્રસ્ત થયા છે. તેમાંથી સૌથી વધુ 2.88 લાખ લોકો માત્ર નાગાંવ જિલ્લાના છે.

Back to top button