ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

મેઘરાજાએ માઉન્ટ આબુને ઘમરોળ્યું,  9 ઇંચ વરસાદ ખાબક્યો

Text To Speech

માઉન્ટ આબુમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાને અડીને આવેલા માઉન્ટ આબુમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે.

માઉન્ટ આબુમાં મેઘતાંડવ 

માઉન્ટ આબુમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ચોતરફ નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.અહીંની હોટલ તથા તમામ ટુરિસ્ટ પ્લેસ બંધ કરી દેવામાં આવ્યા છે. માઉન્ટ આબુ તરફ જવાનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ડુંગરાળ વિસ્તાર હોવાથી ભારે વરસાદને કારણે ધોધ સક્રિય થયા છે. આખું માઉન્ટ આબુ ધૂમ્મસમય ચાદરમાં લપેટાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

પાલનપુર-આબુરોડ હાઇવે 9 કલાકથી બંધ

તો આ તરફ બનાસકાંઠામાં મૂશળધાર વરસાદ વરસતા પાલનપુર-આબુરોડ હાઈ-વે છેલ્લા 9 કલાકથી બંધ કરવામાં આવ્યો છે. કલેક્ટરે નેશનલ હાઈ-વે ઓથોરિટીને પાણીના નિકાલની સૂચના આપી છે પરંતુ  વરસાદી પાણીનો નિકાલ હજી સુધી થઇ રહ્યો નથી. પરિણામે રાહદારીઓ અને વાહનચાલકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે.

Back to top button