ગાંધીનગર, 22 ઓગસ્ટ 2024, લોકસભાની ચૂંટણી બાદ સરકારે એક સાથે 18 IAS અધિકારીઓની બદલીનો ઓર્ડર આપ્યો હતો. ત્યાર બાદ પોસ્ટિંગની રાહ જોતા 8 IPS અધિકારીઓને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. હવે રાજ્ય સરકારે 2022ની બેચના 09 IAS અધિકારીઓની ટ્રેનિંગ પૂર્ણ થતાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પોસ્ટિંગ આપ્યાં છે. જેમાં રાજકોટ, ભાવનગર, અમદાવાદ-ધંધૂકા, જૂનાગઢ- કેશોદ, આણંદ-પેટલાદ, પાટણ-રાધનપુર, જામનગર-ધ્રોલ, તાપી-નિઝર અને દ્વારકા ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યાં છે. જુઓ વિગતે કયા અધિકારીની ક્યાં નિમણૂંક કરવામાં આવી છે.
આ પણ વાંચોઃગુજરાત: દરેક પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ સાઇબર એક્સ્પર્ટની નિમણૂક કરાશે