તાજેતરના સમયમાં મુંબઈમાં ડ્રગનો મોટો જથ્થો મળ્યાં બાદ હવે આસામમાં દેશનો અત્યાર સુધીનો ડ્રગનો સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. બોર્ડર સિક્યુરીટી ફોર્સે આસામના કરીમગંજમાંથી 9.477 કિલોનું હેરોઈન ઝડપી પાડ્યું છે.
આ પણ વાંચો : કચ્છ: હરામી નાળા પાસેથી ફરી ઝડપાઇ બે પાકિસ્તાની બોટ !
Border Security Force today seized 9.477 kg Heroin from a truck in Assam's Karimganj district in a joint operation along with Police. The drug was filled in 764 soap cases and was hidden in a cavity made in the ceiling of the truck cabin: BSF pic.twitter.com/oEvjpcl2UZ
— ANI (@ANI) October 11, 2022
BSF અને આસામ પોલિસે સાથે મળીને કર્યું ઓપરેશન
આસામના કરીમગંજમાં બોર્ડર સિક્યુરીટી ફોર્સ અને આસામ પોલીસે સાથે મળીને આ જોઈન્ટ ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન વાહનોનાં ચેકિંગ વખતે એક ટ્રકની તપાસ કરી હતી. જેમાં આ હેરોઈનને ટ્રકની અંદરની જગ્યામાં સાબુના 764 જેટલાં ખોખામાં પૂરીને રખાયું હતું. આ ટ્રકની અંદર કુલ 9.477 કિલો જેટલું હેરોઈન ઝડપાયું હતું.
અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો
ઉલ્લેખનીય છે કે આ દેશમાં ડ્રગનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. આ અગાઉ મુંબઈમાંથી પણ બે વાર ડ્રગનો મોટો જથ્થો ઝડપાયો હતો, પરંતુ 9.477 કિલો જેટલો ઝડપાયેલો હેરોઈનનો જથ્થો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે.