ટોપ ન્યૂઝનેશનલ

8મી વખત બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને લાલુના દીકરા બીજી વખત ડેપ્યુટી સીએમ

Text To Speech

બિહારના રાજકારણમાં ફરી એકવાર જે બદલાવ આવ્યો છે તેના નાયક તરીકે નીતીશ કુમારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. પટના સ્થિત રાજભવનમાં રાજ્યપાલ ફાગુ ચૌહાણે બુધવારે બપોરે તેમને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. તેમની સાથે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેજસ્વી યાદવે પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે.

આ સાથે જ રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે બીજી વખત તેજસ્વી યાદવે શપથ લેતાની સાથે જ નીતીશ કુમારના ચરણ શપર્શ કર્યા હતા. બીજી વખત રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા છે. મહાગઠબંધનની નવી સરકારમાં મંત્રીપરિષદનું ગઠન પાછળથી કરવામાં આવશે.

રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પરિવારના અનેક સદસ્યો હાજર રહ્યા હતા. પૂર્વ સીએમ રાબડી દેવી, તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવ, તેજસ્વી યાદવના પત્ની સહિત આરજેડીના અનેક મોટા નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો : RJDએ ભાજપ સાથે લીધો બદલો, જેમ 2017માં ભાજપે છીનવી સત્તા, તેમ 2022માં RJDએ સરકારને હચમચાવી દીધી

વિપક્ષ મજબૂત થશે: નીતીશ કુમાર

શપથ ગ્રહણ બાદ નીતીશ કુમારે કહ્યું કે, બિહારની જનતા નવી સરકારથી ખૂબ જ ખુશ છે. 2020ની ચૂંટણીમાં JDU સાથે ખોટો વ્યવહાર થયો. અમારી પાર્ટીના ધારાસભ્યોએ કહ્યું કે,ભાજપનો સાથ છોડી દેવો જોઈએ અને અંતે અમે ભાજપનો સાથ છોડી દીધો. નીતીશ કુમારે કહ્યું કે, કેટલાક લોકોને લાગે છે કે, વિપક્ષ ખતમ થઈ જશે પરંતુ હવે અમે પણ વિપક્ષમાં આવી ગયા છીએ. હવે વિપક્ષ વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો : શું છે ભાજપનો ‘પ્લાન 200’ ? જેના કારણે JDU પર ખતરો માનીને નારાજ થયા નીતીશ કુમાર

Back to top button