શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટ ઉપર, નિફ્ટી 17450 ની નજીક


ભારતીય શેરબજારમાં આજે જબરદસ્ત તેજી સાથે કારોબારની શરૂઆત થઇ છે. ફાર્મા, ઓટો, એફએમસીજી અને આઈટી શેરોમાં તેજીના કારણે સ્થાનિક શેરબજાર તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. બજાર ખુલતાની સાથે જ નિફ્ટીએ 17750 ના સ્તરને પાર કરી લીધું છે અને સેન્સેક્સ 59400 ની ઉપર પહોંચી ગયો છે.
સેન્સેક્સ 450 પોઈન્ટ ઉપર, નિફ્ટી 17450 ની નજીક
સ્થાનિક શેરબજાર બુધવારે સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. બુધવારે BSE સેન્સેક્સ 168.08 પોઈન્ટ અથવા 0.28 ટકા ઘટીને 59,028.91 પર બંધ થયો હતો. બીજી તરફ 50 શેરનો નિફ્ટી 31.20 પોઈન્ટ અથવા 0.18 ટકા ઘટીને 17,624.40 પર બંધ થયો હતો. આજે શેરબજાર માટે ઘણા સારા સંકેત છે અને સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજાર તેજી સાથે ખુલ્યું છે. વીકલી એકસપાયરીના દિવસે વૈશ્વિક બજારોમાંથી સારા સંકેત મળી રહ્યા છે. મોટાભાગના અગત્યના એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે.
યુરો ઝોનમાં મંદીની આશંકા
આ બધાની વચ્ચે યુરો ઝોનમાં મંદીની આશંકા ઘેરાઇ છે. રશિયા પાસેથી ગેસ સપ્લાય રોકવાની અસર જોવા મળી રહી છે. તેના પર ક્રેડિંટ રેટિંગ એજન્સીએ ફિચે ચિંતા વ્યકત કરી છે.